ખાવડામાં 37 બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો

ખાવડા નજીક રાજસ્થાન પાર્સીંગની સ્કોર્પીયો કારમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે ભાવડા પોલીસ સ્ટેશનના રઘુવીરસિંહ જાડેજા, તેજસિંહ એસ.રાજપુત સહિતના સ્ટાફે વોચ ગોઠવીને આરજે 19 યુડી 180પ નંબરની સ્કોર્પીયો કારને અટકાવી હતી. પોલીસ તપાસમાં કારના ચોરખાનામાંથી 37 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે રાજસ્થાનના જોધપુરના ચંન્દારામ કરનારામ (ઉ.વ.19)ને કાર અને મોબાઇલ મળી રૂા. 8.37 લાખના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ