ડ્રાઈવરે ઓવરટેક કરવામાં કાબુ ગુમાવતા ક્લીનર ભોગ બન્યા
ભૂજ-કચ્છ ઉદય તાલુકાના લાખોડ – અટલનગર જતા રોડ પર ચંદ્રુઆ પાટિયા પાસે સ્કુલ બસમાંથી પડી જતા કંડક્ટરનું મોત થયું હતું.
આ બાબતે પધ્ધર પોલીસમાંથી જાણવા મળતી વિગતો ફરીયાદી અટલનગર ચપરેડીમાં રહેતા ધર્મેન્દ્ર ગોપાલભાઈ વાણીયાએ જણાવ્યું કે. તેમના મોટા ભાઈ 31 વર્ષિય નરેન્દ્રભાઈ ગોપાલભાઈ વાણિયા બીએમસીબી સ્કૂલની બસમાં કંડક્ટર તરીકે કામ કરતા હતા. ગત 21 ફેબ્રુઆરીના બસ નંબર જી.જે. 12 ટી 4788 માં વિદ્યાર્થીઓને મુકવા જતા સમયે ચંતુઆ પાટીયા પાસે રસ્તો સીંગલ પટ્ટીનો હોવા છતાં બસ ચાલકે પુરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી સામેથી આવતી ફોર વ્હીલર ગાડીને કાવા મારતા ઓવરટેક કરતી સમયે બસનું સંતુલન ખોરવાતા બસમાંથી ઉંધા માથે રોડ પર પટકાઈ જવાના કારણે ગંભીર ઈજાઓ થતા નરેન્દ્રભાઈનું મોત થયું હતુ. બનાવ અંગે પધ્ધર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
