જૂનાગઢ નેત્રમ શાખાને CCTV કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં 18મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ મળ્યો

જુનાગઢ પોલીસની સુંદર કામગીરીમાં વધુ એક યશ કલગી ઉમેરાઈ
જૂનાગઢ નેત્રમ શાખાને 24માં એવોર્ડથી સન્માનીત કરતા ગુજરાત રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન.રાવ

જુનાગઢ પોલીસની સુંદર કામગીરીમાં વધુ એક યશ કલગી ઉમેરાઈ છે, જૂનાગઢ નેત્રમ શાખા એ ઈઈઝટ કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં 18 મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ મેળવ્યો છે, ગુજરાત રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન.રાવ એ જૂનાગઢ નેત્રમ શાખાને 24માં એવોર્ડથી સન્માનીત કરતા જુનાગઢ પોલીસ બેડામાં ખુશીની લહેર દોડી ગઈ છે, જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા એ નેત્રમ શાખાની પૂરી ટીમને અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ ઈઈઝટ કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના માટે કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, ગુજરાત રાજ્યના ડીજીપી. ડો. કે.એલ.એન.રાવ સાહેબના હસ્તે સન્માન કરી, સન્માન પત્ર એનાયત કરવામાં આવે છે.
જૂનાગઢ રેંજના આઈ.જી.પી. તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ ઈઈઝટ કેમેરાનો મહત્તમ ઉપયોગ કરી, “પોલીસ પ્રજાનો મિત્ર છે” તે સુત્રને સાર્થક કરવા સૂચના આપેલ છે. જે અંતર્ગત જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.પી.મકવાણા અને 25 પોલીસ સ્ટાફ તથા એન્જીનીયરોની ટીમ 24*7 ફરજ બજાવે છે. દરમિયાન એપ્રીલ – 2021 થી ડિસેમ્બર – 2025 સુધી ઈઈઝટ કેમેરાનો ઉપયોગ કરી, જૂનાગઢ પોલીસ દ્વારા કુલ 3156 કેસના બનાવનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે. જે 3156 કેસો પૈકી 3058 કેસો જૂનાગઢ જિલ્લાના અને 98 જેટલા કેસો રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, દેવ ભુમી દ્રારકા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને સુરતમાં બનેલ બનાવનો ભેદ જૂનાગઢ નેત્રમ શાખા દ્રારા ઉકેલાયેલ છે. અને કુલ રૂ. 23,80,98,749 નો મુદામાલ રીકવર કરી પ્રજાને સુપરત કરેલ છે. ત્યારે ગુજરાત રાજ્યના ડી.જી.પી. ની કચેરી ખાતે નિયુક્ત કરેલ કમિટી દ્રારા રાજ્યના તમામ જિલ્લા દ્રારા વર્ષ 2025 ના ક્વાર્ટર-3 અને ક્વાર્ટર-4ન સમયગાળા દરમ્યાન ઈઈઝટ કેમેરાનો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનુ મુલ્યાંકન કરવામાં આવેલ હતુ. જે મુલ્યાંકન બાદ કમિટી દ્રારા ક્વાર્ટર-3 માં જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની શોધ કેટેગરીમાં ગુજરાત રાજ્યમાં દ્વિતીય નંબર આપવામાં આવેલ છે. અને ક્વાર્ટર-4 માં જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર આપવામાં આવેલ છે. આમ જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની શોધ કેટેગરીમાં 18 મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો. અત્રે નોંધનીય છે કે, જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના સીધા માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા કાર્યરત છે અને નેત્રમ શાખામાં પી.એસ.આઇ. એચ.પી.મકવાણા, ટેક્નીકલ ઓપરેટર પ્રતિકભાઇ કરંગીયા, પાર્થભાઇ ચૌહાણ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, હે.કોન્સ. રામશીભાઇ ડોડીયા, અશોકભાઇ વઘેરા, વિક્રમભાઇ જીલડીયા, પો.કોન્સ. રાહુલગીરી મેઘનાથી, લાખાભાઇ ટિંબા, અંજનાબેન ચવાણ, ખુશ્બુબેન બાબરીયા, રૂપલબેન છૈયા, જાનવીબેન પટોળીયા, શિલ્પાબેન કટારીયા, વિજયભાઇ છૈયા, સુખદેવભાઇ કામળીયા, નરેન્દ્રભાઇ દયાતર, દક્ષાબેન પરમાર, પ્રજ્ઞાબેન જોરા, મિતલબેન ડાંગર, ભાવિષાબેન સીસોદીયા, એન્જીનીયર રીયાઝ અંસારી, મસઉદઅલીખાન પઠાણ, કિશનભાઇ સુખાનંદી, ધવલભાઇ રૈયાણી, જેમીનભાઇ ગામી એમ કુલ 25 સ્ટાફ દ્રારા ઈઈઝટ કેમેરાથી 247 મોનીટરીંગ કરી અને કામગીરી કરવામા આવે છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરનો એવોર્ડ મેળવી, જૂનાગઢ પોલીસનુ ગૌરવ વધારતા નેત્રમ શાખાના પી.એસ.આઇ. એચ.પી.મકવાણા અને તેમની સમગ્ર ટીમને જૂનાગઢ રેંજના આઈ.જી.પી. નિલેશ જાજડીયા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તથા કેશોદ ડિવીઝનના પોલીસ અધિક્ષક બી.સી.ઠક્કર, વિસાવદર ડિવીઝનના એ.એસ.પી. રોહીતકુમાર, જૂનાગઢ શહેર ડિવીઝનના ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધલ્યા, જૂનાગઢ હેડ ક્વા., જૂનાગઢ ગ્રામ્ય તથા એસ.સી./એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. રવીરાજસિંહ પરમાર, માંગરોળ ડિવીઝનના ડી.વાય.એસ.પી. ડી.વી.કોડીયાતર દ્રારા પણ અભિનંદન આપવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ