કોડીનાર ખાતે આવેલી “બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ” ગુજરાત સરકાર શ્રી મારફત ઇન્ડિયન પોટાશ લી.દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે.આઈપીએલ નું આ પ્રથમ વર્ષ છે.પણ ” પ્રથમ ગ્રાસે મક્ષિકા ” જેવો ઘાટ થયો છે.જે ખેડૂતો ની શેરડી બાકી છે.તેઓએ નોંધ કરવી તેને દોઢ વર્ષ થયું.પણ હજુ ઈંઙક દ્વારા શેરડી ખેતર માંથી નહિ ઉપાડતા હવે આ શેરડી શુકાવા લાગી છે.જેના કારણે ખેડૂતો ને ભારે નુકશાની થવા ની પૂરી સંભાવના છે. કોડીનાર માં ચાલતી ખાંડ ફેકટરી માં કોડીનાર તાલુકા ના તેમજ આજુબાજુ ના તાલુકા માં ખેડૂતોએ શેરડીનું વાવેતર કર્યું છે.જેઓ આ ખાંડ ઉદ્યોગ ના સભાસદ છે. અને તેની નોંધ પણ ફેકટરીમાં કરેલ છે. અને જેને સોળ થી સતર માસ થયા છે. પરંતુ ફેક્ટરી ના સંચાલકોએ આજ દિન સુધી શેરડી ઉપાડેલ નથી. અને ખેડૂતો દ્વારા વાર વાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ ખાંડ ફેક્ટરી ના સંચાલકો એક જ જવાબ આપે છે. કે તમારી શેરડી ઉપાડી લેશું.પણ તેની કોઈ સમય મર્યાદા આપતા નથી. તો ખેડૂતોને શેરડી નું વાવેતર કર્યા પછી અત્યાર સુધીમાં ખેડૂતને પાંચ પાંચ પાક નું નુકસાન થયું છે.તેના માટે જવાબદાર કોણ..,? તેવો સવાલ ઊભો થયો છે. ખેડૂતો ની દશા અને મનોવ્યથા અકળાવનારી છે.શેરડી ના બદલે બીજું કઈ પણ વાવેતર કર્યું હોત તો ચાર થી પાંચ પાક નો લાભ ખેડૂતો ને મળ્યો હોત..! ગુજરાત સરકાર ને અને ગુજરાત ના કૃષિમંત્રી શ્રી દરમ્યાન ગીરી કરે અને ખેડૂતો ની પરેશાની દૂર કરે તેવી ગીર ગઢડા તાલુકા ના સોનપરા ગામ ના ખેડૂત દાનાભાઈ વાઢેળ દ્વારા માંગ કરવામાં આવી છે. જાણકાર ખેડૂતો ના જણાવ્યા મુજબ પૂરતા આયોજન વગર કોડીનાર ખાંડ ઉદ્યોગ ચાલુ કરી દેવાતા આ સમસ્યાઓ ઊભી થઈ છે.
રિલેટેડ ન્યૂઝ
-
ભચાઉમાં ભાડાની કચેરીના તલાટી રેકોર્ડ રૂમમાં ભીષણ આગ લાગતા કાગળો ખાખ
મોડી રાત્રે લાગેલી આગ વહેલી સવારે કાબુમાં આવી: 12 હજાર લિટરથી વધુ પાણીનો મારો ચલાવ્યો વાગડ... -
જૂનાગઢમાં વિશ્ર્વ મહિલા દિવસની અનોખી ઉજવણી
સાસુ-વહુના સન્માનથી સમાજને આપ્યો સકારાત્મક સંદેશ: રઘુવંશી કર્મચારી મંડળ દ્વારા વિશેષ કાર્યક્રમ: સંયુક્ત પરિવારમાં રહેતી વહુનું... -
બેટ દ્વારકામાં દેવસ્થાન સમિતિ-તીર્થ પુરોહિતો વચ્ચેની મડાગાંઠનો ઉકેલ લાવવા માંગ
ત્રણ માસથી યજમાનવૃત્તિ કરતા બ્રાહ્મણો આવક વિહોણા: આંદોલનની ચિમકી બેટના દ્વારકાધીશ મંદિરમાં દેવસ્થાન સમિતિ દ્વારા યજમાનવૃત્તિ...
