મુળ જામજોધપુરના રતનપરનો વિશાલ ઉર્ફે કાના કણસાગરાની ધરપકડ
સોશિયલ મીડિયા મારફત સંપર્ક કરી વેપારીઓને ધંધાના નામે ફસાવી ફ્રોડ આચરતો કુખ્યાત ગઠિયાને શાપર પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી હતી. શાપરના કારખાનેદારને એફ.આર.પી, મેવોલ કવર બનાવો છો, અમારે દર મહીને 20 થી 22 ગાડી સપ્લાયની જરૂરિયાત છે કહીં નેપાળ બોર્ડરની ગવન્ર્મેન્ટ એપ્રુવલ લેવાના નામે 5300 પડાવી લીધાં હતાં.રાજકોટ રેન્જ આઈજી નિર્લિમ રાય અને એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જીલ્લામાં સાયબર ફ્રોડના બનતા બનાવો અટકાવવા તેમજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ સાયબર ફ્રોડની ફરીયાદોમાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે અટક કરી ડીટેકટ કરવાની આપેલ સૂચનાથી શાપર પોલીસ મથકમાં નોંધાયેલ સાયબર કોડ અને આઈટી એકટ હેઠળના ગુનામાં ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી.રાણાની રાહબરીમાં અલગ અલગ ટીમો બનાવી ગુન્હામાં સંડોવાયેલ આરોપી બાબતે ટોકનીક લી જોબ મેળવી, સાયબર ફ્રોડમાં ગુમાવેલ રોકડ રૂપીયા બાબતે બેન્કો પાસેથી જરૂરી માહિતી મેળવી આગવી ઢબે તપાસ કરી સાઇબર ફોડના આરોપી વિશાલ ઉર્ફે કાનો હેમંત કણસાગરા (ઉ.વ.32, રહે. જુનાગઢ, વાડલા ફાટક પાસે, રોયલ હાઇટસ એપાર્ટમેન્ટ, મુળ રહે.વસંતપુર, જામજોધપુર)ને પકડી પાડી ગુન્હામાં ગયેલ તમામ મુદામાલ રોકડ રૂ. 5,300 રીકવર કરવામાં આવેલ છે.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, – આરોપી અલગ અલગ સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ મારફતે ધંધાર્થી વ્યક્તિઓ બાબતે જરૂરી માહિતી મેળવી તેમનો ઓનલાઇન સંપર્ક કરી ધંધાકીય વ્યવહાર બાબતે જરૂરી વાતચિત કરી, અલગ અલગ બહાના હેઠળ અંગત આર્થિક ફાયદા સારુ સાઇબર ફોડના નાણા મેળવી ડા ગુન્હો આચરવાની ટેવ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ શખ્સે રાજકોટના મવડી ચોકડી પાસે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતાં ગૌતમભાઈ મગનભાઈ રામાણીને વિશાલ પટેલ નામ ધારણ કરેલ વ્યક્તી (રહે.કાઠમંડુ, નેપાળ) એ હુ કાઠમાંડુ (નેપાળ) થી વિશાલ પટેલ બોલું છું, અમે દરેક દેશમાં એફ.આર.પી. મેવોલ કવરની સપ્લાય કરીએ છીએ, તમે એફ.આર.પી, મેવોલ કવર બનાવો છો, અમારે દર મહીને 20 થી 22 ગાડી સપ્લાયની જરૂરીયાત છે, અમે તમારી પાસેથી એફ.આર.પી, મૈવોલ કવર ખરીદ કરવા માંગીએ છીએ, તેમ વાત કરતા જેથી આટલી મોટી સપ્લાય કરવાથી ધંધાને વેગ મળે તેમ હોય માટે સપ્લાય કરવા સારૂ સંમતિ દર્શાવેલ હતી.તેણે કહેલ કે, આ સપ્લાય ચાલુ કરવા માટે નેપાળ બોર્ડરની ગવન્ર્મેન્ટ એપ્રુવલ લેવા માટે તેમજ સર્ટીકિટ કઢાવવા તમારે ગવન્ર્મેન્ટ સાઇટ ઉપર ઓનલાઇન રૂ. 5300 પેમેન્ટ કરવું પડશે તેમ વાત કરતા ફરીયાદીએ હા પાડેલ અને વિશાલ પટેલે એક ક્યુ.આર.કોડ મોકલેલ જેમાં રૂપીયા ટ્રાન્સફર કરેલ ત્યારબાદ આ વિશાલ પટેલના નંબર પર અનેક વાર સંપર્ક કરેલ પરંતુ કોઇ સંપર્ક થઈ શકેલ નહી જેથી સાયબર ફ્રોડ થયેલનું સામે આવ્યું હતું.ઉપરાંત આરોપી વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ મથક જામનગરના 2 ગુના તેમજ જામનગરના અલગ અલગ પોલીસ મથકમાં છેતરપીંડી સહિતના આઠ મળી કુલ 10 ગુના નોંધાયેલ છે.આ કામગીરીમાં શાપર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી.રાણા, બી.એલ.રોહીત, પીએસઆઈ આર.ડી. સોલંકી, એએસઆઈ દીવ્યરાજસિંહ સરવૈયા, હેડ કોન્સ્ટેબલ અજયભાઈ ખટાણા અને આઈ.ટી એક્સપર્ટ કલગી ભટ્ટ વિગેરે સ્ટાફ સાથે જોડાયો હતો. સાઇબર ફ્રોડના ગોલ્ડન અવર્સ દરમ્યાન 1930 પર કોલ કરી પોતાની મૂડી બચાવો સોશિયલ મિડીયા મારફતે સંપર્કમાં આવેલ વ્યક્તિઓ સાથે બીનજરૂરી નાણાકીય વ્યવહાર નહી કરવા તેમજ સાઇબર ફ્રોડનો બનાવ બન્યે ગોલ્ડન અવર્સ દરમ્યાન તાત્કાલીક સાઇબર ક્રાઇમ ાંધીનગરના હેલ્પલાઈન નંબર 1930 ઉપર ફરીયાદ કરી નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાં માટે પોલીસે અપીલ કરી છે.
