સોરઠ પંથકમાં માવઠાએ કહેર વરસાવતા આ સીઝનમાં કેસર કેરી મોંઘી થશે

કમોસમી વરસાદે ચીકુ, કેળા સહિતના ફળફળાદી પાકને પણ ભારે નુકસાની કરી: માવઠાએ આંબાડિયાના ખેડૂતો અને ઇજારાદારોના મોં મા આવેલ કોડિયો ઝુટવ્યો: લાચાર બનેલા ખેડૂતોને માથે હાથ દઈને બેસી રહેવાનો વારો આવ્યો

રાજકોટમાં કેરીનું આગમન, પરંતુ ભાવમાં આગ

ગુરુવારે સોરઠ પંથકમાં પડેલ માવઠા એ આંબાડિયાના ખેડૂતો અને ઇજારાદારોના મોં મા આવેલ કોડિયો ઝુટવ્યો છે. તો કેરીના સ્વાદ પ્રેમીઓને આ વખતે કેરી મોંઘા ભાવે ખરીદવી પડશે, જેથી કેરીનો સ્વાદ કદાચ કડવો લાગે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો નવાઈ નથી. આવી જ રીતે માવઠા એ ચીકુ, કેળા સહિતના ફળાદી પાકને પણ ભારે નુકસાની આપી છે. જેને લઈને લાચાર બનેલા ખેડૂતોને માથે હાથ દઈને બેસી જવાનો વારો આવ્યો છે. ગુરુવારે ભર ચૈત્ર મહિનામાં કમોસમી વરસાદે સોરઠના પંથકમાં કહેર મચાવ્યો હતો. જો કે ખૂબ ટૂંકા સમયમાં આવેલ ધોધમાર વરસાદ સાથે પવનને ખેંચી લાવ્યો હોય, જેના કારણે ફળફળાદીની ખેતી કરતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થવા પામી છે. સોરઠના ખાસ કરીને મેંદરડા, જુનાગઢ, સાસણ ગીર, વંથલી સહિતનો પંથક કેસર કેરીનું હબ ગણાય છે. ત્યારે માવઠા એ આ વખતે સોરઠની કેસર કેરી ઉપર ગ્રહણ લગાવ્યું છે. મેંદરડા, વંથલી અને સાસણ ગીરના અનેક આંબાવાડિયાના આંબાઓ ખાખડી અને પુખ્ત કાચી કેરીથી રૂમે જુમે હતાં. તે આંબાઓ માવઠા અને તેજ પવનના કારણે ખંખેરાઈ ગયા છે અને ખેડૂતોને ખાખડી અને નાની કાચી કેરી ભેગી કરી સસ્તા ભાવે બજારમાં વેચવાની નોબત આવી છે, અને આ ખાખડી અને કેરી ખરી પડતા આ વખતે કેસર કેરીનું ઉત્પાદન ખૂબ ઓછું થશે, જેના કારણે ખેડૂતોને ફરી એક વખત ભારે નુકસાનીનો સામનો કરવો પડશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે
ગુરુવારે સોરઠ પંથકમાં આવેલા ભારે પવન સાથેના માવઠાના કારણે આંબા ઉપર બંધાયેલી ખાખડીઓ અને આગોતરા આંબામાં પુખ્ત થયેલ કાચી કેરી વિપુલ પ્રમાણમાં ખરી પડી હતી, એક તો આ વખતે આંબામાં ત્રણ વખત મોર આવ્યા હતા, જેના કારણે કેરીનું ઉત્પાદન ઓછું થવાની શક્યતા હતી. ત્યારે જ કમોસમી વરસાદે કહેર વરસાવતા ખાખડી અને પુખ્ત થયેલ કેરી ખરી પડતા આ વખતે કેરીના ઉત્પાદનમાં 50 થી 60 ટકા ઘટાડો આવશે તેવું આંબાવાડીયાના ખેડૂતો જણાવી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે મોટાભાગના આંબાવાડીયાની ખાખડી અને પુખ્ત બનેલી કેરીઓ ખરી ગઈ છે, આ સાથે કમોસમી વરસાદથી કેરીના પાકને જોતા સાનુકૂળ વાતાવરણમાં પણ ફેરફાર થતા કેરીની ગુણવત્તામા પણ ફેરફાર થશે અને અને હજુ પણ કમોસમી વરસાદની આગાહી છે ત્યારે જો વરસાદ થશે તો આ વખતે કેરી ખાવા જેવી નહીં રહે. કારણ કે, પુખ્ત થઈ ગયેલા કેરી પર વરસાદ પડવાથી કેરીની ગુણવત્તા ઘટી જશે અને કેરીના સ્વાદમાં તો ફેર પડશે પરંતુ તેનાથી વધુ ચિંતાની બાબત એ બનશે કે, પાક પર આવેલ કેરી વધુ પ્રમાણમાં બગડી જશે.બીજી બાજુ આંબાના ઇજારા રાખતા ઇજારાદારો પણ આ વખતે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે, મોર બંધાતાની સાથે જ ઇજારાદારો આંબાવાડીયાના લાખો રૂપિયામાં ઇજારા રાખી લેતા હોય છે, ત્યારે કમોસમી વરસાદ થતાં અને કેરીઓ ખરી પડતા, અને હજુ પણ માવઠાની આગાહી છે જેના કારણે ઇજારાદારો પણ ભારે આર્થિક અસંઘટમાં મુકાયા છે. અને ભારે ચિંતા બન્યા છે. ટૂંકમાં કહીએ તો, આ વખતે આંબા ઉપર આવેલા ત્રણ ત્રણ વખત મોરના કારણે એક તરફ કેરીનું ઉત્પાદન ઓછું થવાની શક્યતા હતી. તે દરમિયાન જ પવન સાથે કમોસમી વરસાદ થતાં આંબે બંધાયેલી નાની ખાખડી અને પુખ્ત કેરીઓ ખરી જવા પામી છે. તેમજ માવઠાના હિસાબે કેરીને જોઈતા સાનુકૂળ વાતાવરણમાં પણ ફેરફાર થતા આ વખતે કેરીનું ઉત્પાદન ઓછું અને ગુણવત્તા નબળી રહે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે. તો બીજી બાજુ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના વેપારીના જણાવ્યા મુજબ, આ વખતે કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાની શક્યતા છે. ત્યારે આગામી દિવસોમાં બજારમાં 10 કિલોનું કેરીનું બોક્સ રૂ. એક હજારથી પંદરસોના ભાવે વહેંચાશે. એટલે કે દર વર્ષે કરતા આ વર્ષે કેરીના રસિયાઓને મોંઘા ભાવની કેરી ખરીદવી પડશે.

વંથલીની આંબાવાડીમાં ચીકુ ખરી પડ્યા અને માંગરોળમાં કેળાના પાક ઉપર માવઠાની અસર
ગુરુવારે સોરઠમાં માવઠ થાય એ ફળફળાદી પાક ઉપર ભારે કહેર વરસાવ્યો હતો. એક તરફ આંબાવાડી ઓની આબે ખિલખિલાટ કરતી કેરીઓ ખરી પડી હતી તો બીજી બાજુ વંથલી પૂર્ણતાના આરે કુભેલ ચીકુડી ઉપર રહેલા ચીકુ મોટા પ્રમાણમાં ખરી પડ્યા હોવાનો વસો બાગના માલિકો કરી રહ્યા છે આવી જ પરિસ્થિતિ માંગરોળ પંથકમાં થી સામે આવી રહી છે માંગરોળના કેળના બાગના ખેડૂતો દ્વારા માવઠાથી કેળાના પાકને પણ ભારે નુકસાન થયું હોવાનું જણાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ