કોટડાસાંગાણીમાં ભાજપ દ્વારા શાપર-વેરાવળ ખાતે ‘મન કી બાત’ અને ‘ટિફિન બેઠક’ યોજાઇ

ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા

દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાત ના પ્રસારણ નિમિત્તે કોટડાસાંગાણી તાલુકા ભાજપ દ્વારા શાપર-વેરાવળ ખાતે એક વિશેષ કાર્યક્રમ અને ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, કોટડાસાંગાણી તાલુકા ભાજપ પ્રભારી ભરતસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અર્જુનભાઈ ખાટરીયા, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ધર્મેન્દ્રભાઈ ટીલારા, તાલુકા ભાજપ પ્રમુખ જતીનભાઈ સીદપરા તેમજ તાલુકા ભાજપ મહામંત્રી યુવરાજભાઈ ખાટરીયા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યક્રમ બાદ અન્ન ભેગા એના મન ભેગા ના ઉમદા મંત્ર સાથે ‘ટિફિન બેઠક’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ કાર્યકર્તાઓમાં પરસ્પર સંકલન વધે અને રાષ્ટ્રપ્રેમ તેમજ વિકાસની ભાવના વધુ મજબૂત બને તેવો રહ્યો હતો. આ કાર્યક્રમમાં કોટડાસાંગાણી તાલુકા ભાજપના વિવિધ હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના હોદ્દેદારો, પેજ પ્રમુખો અને મોટી સંખ્યામાં ગ્રામજનો તથા કાર્યકર મિત્રોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન કોટડાસાંગાણી તાલુકા ભાજપ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ