વેરાવળ શહેરમાં એક અનોખી અને પ્રેરણા દાયક પહેલ લોકો માટે આશીર્વાદ સમાન બની છે. શહેર ના શ્રીપાલ સોસાયટી વિસ્તારમાં રવીન ગોસ્વામી સહીતના મિત્રો દ્વારા છેલ્લા પાંચેક વર્ષથી ચૈત્ર માસ દરમિયાન લીમડાના પાનનો રસ વિનામૂલ્યે પીવડાવવાનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. દરરોજ સવારે છ વાગ્યા થી શરૂ થતી આ સેવા માત્ર પીણું પૂરું પાડતી નથી, પરંતુ આરોગ્ય પ્રત્યે જાગૃતિનું સંદેશ પણ આપે છે. આસપાસ ના વિસ્તારોમાંથી લગભગ 25 કિલો જેટલા તાજા લીમડાના પાન એકત્રિત કરી તેમાંથી રસ તૈયાર કરવામાં આવે છે. વોકિંગ માટે નીકળતા નાગરિકો, મહિલાઓ, વડીલો અને શાળાએ જતા બાળકો પણ આ કડવા પરંતુ ગુણકારી રસ નો સ્વીકાર કરી રહ્યા છે. આ અંગે રવીન ગોસ્વામી એ જણાવેલ કે, લીમડો પ્રાચીન આયુર્વેદમાં મહત્વપૂર્ણ ઔષધી તરીકે ઓળખાય છે. ચૈત્ર માસ દરમિયાન તેનો સેવન શરીરને શુદ્ધ કરી વર્ષભર રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. તેઓ કહે છે કે આધુનિક જીવનમાં આપણે કુદરતી ઉપચારથી દૂર થઈ રહ્યા છીએ, ત્યારે આ નાનકડો પ્રયાસ લોકોમાં પરંપરાગત આરોગ્ય પદ્ધતિ ઓ પ્રત્યે વિશ્વાસ વધારવાનો છે.વિશેષતા એ છે કે બાળકોને આ કડવો રસ પીવા માં સરળતા રહે તે માટે પીપરમેન્ટ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ કારણે નાના બાળકોમાં પણ લીમડાના રસ પ્રત્યે ઉત્સાહ જોવા મળે છે.લીમડામાં રહેલા એન્ટી-ફ્લેટ્યુલેન્ટ અને એન્ટાસિડ ગુણો પાચનક્રિયા સુધારે છે અને ગેસ-એસિડિટી ને નિયંત્રિત કરે છે. ફાઇબર યુક્ત હોવાને કારણે આંતરિક સ્વસ્થતા જાળવવામાં મદદરૂપ બને છે. એન્ટીઓક્સિડન્ટ તત્વ શરીરને ડિટોક્સ કરી ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડે છે, જ્યારે ત્વચા માટે પણ તે અત્યંત લાભદાયક સાબિત થાય છે. આ રીતે વેરાવળ માં ચાલી રહેલા આ સેવાયજ્ઞ માત્ર આરોગ્ય જાળવણી માટે જ નહીં, પરંતુ સમાજમાં સેવાભાવ, પરંપરા અને આયુર્વેદ પ્રત્યે નવી પેઢીમાં વિશ્વાસ જગાવો એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.
રિલેટેડ ન્યૂઝ
-
મેવાસા ગામે થયેલી લૂંટ પ્રકરણનો પાંચ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
એલસીબીએ પરપ્રાંતિય ઈનામી આરોપીને દબોચી લીધો ભાણવડ પંથકમાં આજથી આશરે પાંચ વર્ષ પૂર્વે લૂંટ અંગેનો એક... -
ધોરાજી: હુમલામા ઘાયલ થયેલ યુવાને સારવારમાં દમ તોડયો, હત્યાનો ગુનો દાખલ
ધોરાજી ખાતે ગતરોજ રાત્રિના સમયે ધોરાજી જામકંડોરણા ચોકડી પાસે આવેલ આઈટીઆઈ સામે સર્વિસ રોડ પર કોળી... -
રાણપુરમાં ‘મનકી બાત’ થકી પીએમને લાઇવ સાંભળતા કાર્યકર્તાઓ
સંબોધન સહીત ટિફીન બેઠક પણ યોજાઇ બોટાદ જીલ્લાના રાણપુરની સી. એસ. ગદાણી હાઇસ્કૂલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર...
