પોલીસની કામગીરી અને લોકોના પ્રશ્ર્નો મુદ્દે ચર્ચા થઈ

રાણપુર પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડાનું વાર્ષિક ઈન્સ્પેક્શન સાથે લોક દરબાર યોજાયો

બોટાદ જિલ્લા પોલીસ વડા(ઈંઙજ)ધર્મેન્દ્ર શર્મા નું રાણપુર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયુ સાથે લોક દરબાર યોજાયો. જિલ્લા પોલીસ વડાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનની મુલાકાત લઇ પોલીસ ક્વાર્ટર,પોલીસ લાઈન તેમજ રાણપુર પોલીસ સ્ટેશનના વિવિધ રેકોર્ડની ચકાસણી કરીને જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે રાણપુર પોલીસ લાઈનમાં મળતી સુવિધા અંગે માહિતી મેળવી હતી ત્યારબાદ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં વિવિધ સમાજના આગેવાનો,રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં રાણપુરના લોકો ઉપસ્થિત રહ્યા હતા.રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની કામગીરી તેમજ વિવિધ પ્રશ્નોને લઈને લોક દરબારમાં ચર્ચાઓ કરવામાં આવી.સાથે રાણપુરમાં પોલીસનું પેટ્રોલિંગ વધારવા કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. લોક દરબારમાં જિલ્લા પોલીસ વડાએ રાણપુર શહેર અને તાલુકાના લોકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપી ઝડપથી ઉકેલ લાવવા સૂચના આપી હતી. લોક દરબાર જિલ્લા પોલીસ વડા (ઈંઙજ) ધર્મેન્દ્ર શર્મા, ઉઢજઙ ચિંતન પટેલ, રાણપુર પોલીસ સ્ટેશનના ઙઈં એસ.એ.પટેલ, ઙજઈં એલ.એન. પ્રજાપતિ હાજર રહ્યા હતા સાથે રાણપુર અને રાણપુર તાલુકાના વિવિધ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાથે જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા નું વિવિધ સંસ્થાઓ અને રાજકીય આગેવાનો અને સામાજીક આગેવાનોએ સાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું…

રિલેટેડ ન્યૂઝ