લોકો ટિકિટ માટે તરફડતા હોય છે ત્યારે…સાવરકુંડલામાં એક એવા ઉમેદવાર, જેમને ભાજપ, કોંગ્રેસ, અને ‘આપ’એ આપી ટિકિટ

સાવરકુંડલામાં નગરપાલિકાની ચૂંટણીનો એક એવો ભાગ્યશાળી ઉમેદવાર કે જેને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી ત્રણેય પાર્ટી એ ટિકિટ આપી. સાવરકુંડલામાં રહેતા પોપટભાઈ જમોડ એક એવા ભાગ્યશાળી વ્યક્તિ છે કે જેને ત્રણેય પાર્ટી એ ટિકિટ આપી છે.
સાવરકુંડલાનો વોર્ડ નંબર છ માં રહેતા અને નેસડી રોડ ઉપર પોતાની દુકાન ચલાવતા આ દંપત્તિ છે પોપટભાઈ જમોડ અને તેમના ધર્મપત્ની હંસાબેન જમોડ. પોપટભાઈ જમોડ ભાજપના કાર્યકર્તા છે અને સરળ અને મહેનતુ માણસ છે પરંતુ ભાજપ પાર્ટી એ તેમને ટિકિટ પણ આપી અને ઓથેન્ટિક યાદીમાં વોર્ડ નંબર છ માં પોપટભાઈ જમોડનું નામ પણ છપાઈ ગયું પરંતુ તેમના એક સાથીદારને ભાજપ દ્વારા ટિકિટ ન આપવામાં આવે તેને કારણે નારાજ થઈ તેમના સાથીદાર એક કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી અને તેની સાથે સાથે પોપટભાઈ જમોડ તેમના ધર્મ પત્ની હંસાબેન ના નામનું કોંગ્રેસનું ફોર્મ ભર્યું તેમાંથી ઉમેદવારી નોંધાવી મજાની વાત એ છે કે આમ આદમી પાર્ટીની જે ઓથેન્ટિક યાદી બહાર પડી છે તેમાં પણ વોર્ડ નંબર છ માંથી પોપટભાઈ જમોડ નું નામ છે ત્યારે ત્રણે ત્રણ યાદીમાં પોપટભાઈ જમોડ નું નામ હોય તેવી એક ઘટના સાવરકુંડલા નગરપાલિકામાં સામે આવી છે.

રિલેટેડ ન્યૂઝ