મૃતકના પિતાની યુવતિના પરિવાર સામે પોલીસમાં ફરિયાદ
ખાંભા તાલુકાના નિંગાળા-2 ગામનાં વતની અને હાલ સુરત રહેતાં અને હીરા ઘસવાનું કામ કરતાં મનસુખભાઇ વાઘાભાઇ વણઝારાના દીકરા પ્રદિપને ડેડાણ ગામે રહેતાં અકબરખાનની નાની દિકરી સાથે મારે પ્રેમ સબંધ હોય જેથી તેમની સાથે અમદાવાદ આવતી રહેલ હતી. ત્યાર બાદ દસ દિવસ પછી આગેવાનોની હાજરીમાં અકબરભાઈને સોંપી દિધેલ હતી.
એકાદ મહીના બાદ અકબરખાન પઠાણ, તમન્ના અકબરખાન પઠાણ તથા તૌફીક અકબરખાન પઠાણ આ પ્રદીપને મારી નાંખવાની ધમકી આપી અને ફોર વ્હીલ લઇ તલવાર લઇ તેમનાં ઘરે માર મારવા આવેલ હતા. તેમને જાનથી મારી નાખવાની તેમજ તલવાર વડે માર મારવાની ધમકી આપી અવાર-નવાર હેરાન-પરેશાન કરતા હોય, જેથી તેમને માનસીક ત્રાસ આપી મૃતક પ્રદીપને ઝેરી દવા પી મરવા મજબુર કરતા તેણે આપધાત કરી લીધેલ. મરણજનાર પ્રદીપ સામે છેડતીનો ખોટો કેસ કરેલ હતો. જે દબાણથી હું આત્મ હત્યા કરી લઉ છું તે અંગેનો પ્રદીપ દવા પીતો હોય તેવો વીડીયો ઉતાર્યો હતો.
આ બનાવમાં અકબરખાન દિલાવરખાન પઠાણ તથા તેમના દિકરા તૌફીક પઠાણ તથા તેમની દિકરી તમન્ના પઠાણ રહે.ત્રણેય ડેડાણએ પ્રદિપને માનસીક ત્રાસ આપેલ હોય જેથી તેના ત્રાસથી કંટાળી પ્રદીપે ઝેરી દવા પી આપઘાત કરી લીધાની પોલીસમાં મનસુખભાઇ વાઘાભાઇ વણઝારાએ નોંધાવી છે.
