ચોટીલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ની મતગણતરી પ્રક્રિયા આજે શાંતિપૂર્ણ અને પારદર્શક વાતાવરણમાં પૂર્ણ થઈ છે. ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ પ્રક્રિયામાં જનાદેશ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં રહ્યો છે. મતગણતરી પ્રક્રિયા અને વ્યવસ્થા આજે સવારે 09:00 કલાકે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. તમામ તબક્કાઓ નિયમોનુસાર અને પારદર્શક રીતે પૂર્ણ કરી બપોરે 11:30 કલાકે સત્તાવાર પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી હતી. પક્ષવાર વિગતો અને બેઠકોનું ગણિત ચોટીલાની જનતાએ ફરી એકવાર વિકાસના રાજકારણ પર મહોર મારી છે. ભાજપનો દબદબો: કુલ બેઠકોમાંથી 20 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા છે. જોકે, ગત ટર્મની 22 બેઠકોની સરખામણીએ આ વખતે ભાજપને 2 બેઠકોનું નુકસાન થયું છે. કોંગ્રેસની વાપસી વોર્ડ નં-1 માં પૂર્વ પ્રમુખ રઘુભાઈ ખાચરની આગેવાની હેઠળ કોંગ્રેસની આખી પેનલ વિજેતા જાહેર થઈ છે. અન્ય વોર્ડમાં કોંગ્રેસના સંગઠન અને કાર્યકરોની અછતને કારણે ધાર્યું પરિણામ મળી શક્યું નથી. વોર્ડ વાઈઝ સ્થિતિ વોર્ડ નં-1 સિવાયના તમામ વોર્ડમાં ભાજપની પેનલોનો વિજય થયો છે. ઐતિહાસિક જીત બાદ વિજેતા ઉમેદવારો દ્વારા સમગ્ર ચોટીલા શહેરમાં ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે કાઠી દરબાર સમાજ માંથી વોર્ડ નં2 માં સર્વ પ્રથમ વખત શિક્ષિત મહિલા ઉમેદવાર ગાયત્રી બા ધાધલે ઉમેદવારી કરી સૌથી વધુ મતો ની લીડ થી વિજેતા બનેલ છે. શહેર પ્રમુખે મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, “શહેરીજનોએ જે વિશ્વાસ મૂક્યો છે તેને અમે સાર્થક કરીશું. આગામી 5 વર્ષનો વિકાસ મેપ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.”રસ્તાના કામો અને અન્ય સ્થાનિક પ્રશ્નો અંગેની નારાજગી વચ્ચે પણ ભાજપે પોતાની સત્તા જાળવી રાખી છે, જે આગામી સમયમાં વિકાસ કાર્યોને વેગ આપશે તેમ માનવામાં આવી રહ્યું છે. યુવા અને શિક્ષિત ઉમેદવારોને વહીવટી સુકાન માં બેસાડવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યાં છે. પાલિકાના વિજેતાઓની યાદી વોર્ડ નં. 1 રવુભાઇ ટપુભાઇ ખાચર-કોગ્રેસ, શરીફાબેન ઈસ્માઈલભાઇ કલાડીયા – કોંગ્રેસ, પુષ્પાબેન પરસોતમભાઇ ચૌહાણ -કોંગ્રેસઈમરાનભાઈ સુલતાનભાઇ કલાડીયા-કોંગ્રેસ વોર્ડ નં 2. ગાયત્રીબેન વનરાજભાઇ ધાધલ-ભાજપ, શોભનાબેન જગદીશભાઇ પરમાર-ભાજપ, લલીતભાઇ પુંજાભાઇ જાદવ-ભાજપ મનસુખભાઇ વાલજીભાઇ ઝાંપડીયા-ભાજપ વોર્ડ નં. 3. ચંપાબેન મોહનભાઇ વડોદીયા-ભાજપ, હંસાબેન દેહાભાઇ ચૌહાણ-ભાજપ, લાલજીભાઇ પ્રેમજીભાઇ વાલાણી-ભાજપ મેહુલભાઇ કિશોરભાઇ ઉપાધ્યાય-ભાજપ વોર્ડ નં. 4. પ્રતાપભાઇ હકુભાઇ ખાચર-ભાજપ, બિનલબેન ચીરાગકુમાર શાહ-ભાજપ,હેતલબેન તુષારભાઇ પરમાર-ભાજપ, કમાભાઇ કરશનભાઇ રાઠોડ-ભાજપ વોર્ડ નં. 5. નિતાબેન જીતેન્દ્રભાઇ ચૌહાણ-ભાજપ, લીલાબા સજુભા ઝાલા-ભાજ5, ભરતભાઇ ગોકળભાઇ ખાંભલા-ભાજપ, પ્રદ્યુમનસિંહ ધીરૂભા ચૌહાણ-ભાજપ વોર્ડ નં. 6. જનુબેન સામતભાઇ ધોરીયા-ભાજપ, શિલ્પાબેન જયેશભાઇ ચોવસીયા-ભાજપ, ભરતભાઇ ભીમશીભાઇ ઘાંઘળ-ભાજપ સંજયભાઇ રવજીભાઇ કણસાગરા-ભાજપ
રિલેટેડ ન્યૂઝ
-
મોટાદડવાના ખારચીયા નજીક જુના ટીંબીમાં આજથી તા.1 સુધી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ચાર ગામના અગ્રણીઓ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન મોટાદડવા ખારચીયા વિરનગર અને બલધોઇ ની ચાર વાડીના વચ્ચે... -
સુત્રાપાડામાં પકેસરીયોથ લહેરાયો 24 માંથી 24 બેઠકો પર ભવ્ય વિજય સાથે ભાજપે રચ્યો ઇતિહાસ
ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં આજે એક નવો સૂર્યોદય થયો છે. સુત્રાપાડા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામોએ સમગ્ર... -
ભાણવડ તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી લીધી
16 બેઠકમાંથી 14માં કમળ ખીલ્યું: આપ બે સીટ પર વિજય ભાણવડ તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર...
