ગાંધીધામ-પુરી ટ્રેનમાંથી 56.95 લાખનો ગાંજો મળ્યો ‘

દિવ્યાંગ કોચના બાથરૂમની છત તોડી સંતાડાયો હતો પોલીસે હાથ ધરેલી તપાસ

પૂર્વ કચ્છમાં ડ્રગ્સનું દુષણ ઘણું છે, તેમાં પણ ખાસ કરીને કરીને ગાંજો ઓરિસ્સા તરફથી આવે છે જયારે હેરોઈન, કોકેઈન, એમડી સહિતનો ડ્રગ્સ પંજાબ અને હરિયાણાથી આવે છે. અવારનવાર રેલવે સ્ટેશન પાસેથી ઓરિસ્સાથી આવતો ગાંજો પકડાય છે, ત્યારે વધુ એક પ પહોંચે તે પહેલા વડોદરા પાસે રેલવે પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબુર-6 પર પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન આવેતા રેલવે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રેનના દિવ્યાંગ કોચમાં શૌચાલયની છતની પ્લાય તૂટેલી હાલતમાં હતી જેથી તેમાં શંકાસ્પદ વસ્તુઓ કોઈએ મૂકી હોવાનું જણાતા છતમાં ચેક કરતા અંદરથી મોટી સાઈઝના પાંચ વજનદાર થેલાઓ તેમજ એક કોથળો બિનવારસી હાલતમાં મળ્યો હતો. અંદરથી રૂપિયા 56.95 લાખ કિંમતનો 113.900 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો. ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો ગુજરાતમાં સપ્લાય થતો હતો જોકે કેરિયર કોણ હતું તે હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે આ જથ્થો કબજે કરી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે 10 દિવસ પહેલા પણ ઓરિસ્સાથી આવતી એક ટ્રેનમાં દિવ્યાંગ કોચના શૌચાલ્યની છતમાં છુપાવેલો ગાંજાનો મોટો જથ્થો પોલીસે કબજે કર્યો હતો.
ટ્રેન મારફતે દારૂ ઘૂસાડવાની પણ આવી જ મોડસ ઓપરેન્ડી
મુંબઈથી ટ્રેન મારફતે ભુજ અને ગાંધીધામમાં દારૂ આવે છે. મુંબઈમાં દારૂની છુટ છે ત્યાંથી દારૂ લઈ થેલાઓમાં ભરી ટ્રેનના કચ્છમાં ઘેલામુકદેવામાં આવે છે. જે કેરીયર હોય છે તે પોતાની પાસે થેલા રાખતો નથી. બિનવારસુ થેલા હોય તે રીતે વર્તન કરવામાં આવે છે. જેથી આરપીએફના ચેકીંગમાં સફળતા મળતી નથી. આ સિવાય જયારે સ્ટેશન પર ટ્રેન આવે ત્યારે માણસો પોલીસ છે કે નથી ? તે જોઈ લે અને તે બાદ થેલા સ્ટેશન બહાર લઈ જવામાં આવે છે. આ મોડસ ઓપરેન્ડીથી ગાંજો પણ લાવવામાં આવે છે. જેમાં બિનવારસુ ઘેલા રાખી દેતા હોય છે, ઘણીવખત સ્ટેશન પહેલા જ ટ્રેન ધીમી પડે ત્યારે ચાલુ ટ્રેનમાંથી કોથળા ફેંકી અન્ય સાગરીતો આ થેલા મેળવી લેતા હોય છે. પોલીસ સુધી વાત પહોંચતી નથી

રિલેટેડ ન્યૂઝ