હરસિધ્ધિ વન: દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પ્રાકૃતિક અને સાંસ્કૃતિક ઘરેણું

પ્રાકૃતિક વાતાવરણ, વિશાળ દરિયાકિનારો, રમણીય બીચના સુભગ સમન્વયથી હરસિધ્ધિ વન બન્યું પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર, 22 માસમાં 10 લાખ કરતા વધારે પ્રવાસીઓએ લીધી હરસિધ્ધિ વનની મુલાકાત

પ્રાચીન ઋષિમુનિઓએ ઇકોલોજિકલ બેલેન્સના મહાત્મ્યને અદભુત રીતે સમજતા હતા અને એટલે જ દરેક ફળ, ફૂલ, છોડ, વૃક્ષ, નદી, પર્વત, સાગર, અને પશુ-પંખીનું ધાર્મિક અને સામાજિક મહત્વ હતું. વેદો, પુરાણો, ઉપનિષદો જેવા પૌરાણિક ગ્રંથોમાં માનવ સમાજ અને વૃક્ષો વચ્ચેના સંબંધોનો નિર્દેશ જોવા મળે છે.
પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે ગુજરાતના મહાન સપૂત સ્વ. કનૈયાલાલ મુનશીજીએ વન મહોત્સવ જેવી પહેલ માધ્યમથી સાંસ્કૃતિક વનો નિર્માણની અનોખી પરંપરાનો પ્રારંભ કરાવ્યો હતો. આજે આપણે એવા જ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા હરસિધ્ધિ વન વિશે જાણીશું.
રાજ્યના પશ્ચિમ ભાગે સ્થિત ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા નગરીથી અંદાજિત 65 કિમી. તથા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી 45 કિમી અંતરે તેમજ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર વચ્ચે પ્રાકૃતિક સરહદ રૂપી સમુદ્રના દરિયાકિનારે સ્થિત ગાંધવી (હર્ષદ) સ્થિત વન વિભાગ દ્વારા હરસિધ્ધિ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. હરસિધ્ધિ વન ખાતે પહોંચતા જ આપણે વિશાળ સમુદ્ર પોતાની અનંત જળરાશિ સાથે ક્ષિતિજ સુધી પથરાયેલો નજરે પડે છે. દરિયાના શાંત મોજા જાણે કિનારાને પ્રેમથી સ્પર્શી રહ્યા હોય તેવી અનંત અનુભૂતિ થાય છે. તેમજ આકાશ અને દરિયાનું મિલન જાણે પ્રકૃતિએ વાદળી રંગની ચાદર ઓઢી હોય તથા બીજી તરફ વન સ્થિત હરિયાળા વૃક્ષોનું આ દ્રશ્ય અદભૂત સૌંદર્ય નિર્માણ કરે છે.
ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દેવભૂમિ દ્વારકા પ્રખ્યાત તીર્થ સ્થળ ગાંધવી (હર્ષદ) ખાતે કોયલા ડુંગર પર જ્યાં માં હરસિધ્ધિ બિરાજે છે ત્યાં દરિયાકિનારે સાંસ્કૃતિક વન હરસિધ્ધિ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
વર્ષ 2024માં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રાકૃતિક સંપદાને હરસિધ્ધિની ભેટ આપી હતી. વર્ષ 2024 થી લઈ મે 2026 સુધીમાં અંદાજિત 10 લાખ કરતા વધારે પ્રવાસીઓએ હરસિધ્ધિ વનની મુલાકાત લીધી જે ખરા અર્થે બેસ્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પ્લેસ બન્યું છે. હરસિધ્ધિ વનમાં કુલ 130 જેટલી પ્રજાતિઓ અને 55 હજારથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
સાંસ્કૃતિક સાથે પ્રાકૃતિક મહત્વ
દ્વારકાથી સોમનાથ જતાં પ્રવાસીઓ માટે બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે સાબિત થનારા હરસિદ્ધિ વનમાં મુખ્ય આકર્ષણના કેન્દ્રો જોઈએ તો, મુખ્ય પ્રવેશ દ્વાર, પ્રવેશ 5રિસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટીકા, સેરેમોનીયલ ગાર્ડન, શ્રી કૃષ્ણ ઉ5વન, શ્રી કૃષ્ણ કમળ વાટિકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણોનું નિમાર્ણ કરવામાં આવ્યું છે. જે સંસ્કૃતિ સાથે પ્રકૃતિના જોડાણના મહત્વને ઉજાગર કરે છે.
આ વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટીકા, આયુષવન, વન કવચ, વાઇલ્ડ લાઇફ ઝોન, તાડ વાટીકા, 5વિત્ર ઉ5વન, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોક વે, ગુગળ વન, કેકટસ વાટીકા વગેરે જેવા વનોનું નિમાર્ણ કરવામાં આવ્યુ છે.
આ ઉપરાંત બાળ વાટિકા, સેલ્ફી પોઇન્ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન, ગઝેબો, સનસેટ પોઇન્ટ તેમજ પર્યટકોની સુગમતા ધ્યાને લઇ પાર્કીંગ એરીયા, ટોયલેટ અને પીવાના પાણી, રોપા વેચાણ કેન્દ્ર જેવી જન સુવિધાઓનું નિર્માણ કરાયું છે. આ વનમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો જેવા કે વડ, પીપળો, પ્રાગ વડ, દરિયાકાંઠે ઉછરી શકે તે માટે તેને અનુરૂપ રોપાઓ પીલુ, નાળીયેર, બદામ, અરણી વગેરે વૃક્ષો પણ ઉછેરવામાં આવેલા છે.

કોસ્ટલ ટુરિઝમથી વિકાસને મળી રફતાર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમયકાળમાં દેશના પ્રવાસન અને ધાર્મિક તીર્થસ્થળોના વિકાસને પરિણામે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. એમાં દ્વારકાથી સોમનાથ સુધીના દરિયાઈ વિસ્તારમાં કોસ્ટલ ટુરિઝમથી વિકાસને નવી ગતિ મળી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિધ્ધ તીર્થસ્થળ હર્ષદ ખાતે સરકાર દ્વારા વિકાસના અનેક કાર્યો પરિણામે પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે. હાલમાં હરસિધ્ધિ વન તેમજ હર્ષદ માતા મંદિર પરિસર તેમજ ગાંધવી ગામથી હર્ષદ માતા મંદિર – હરસિધ્ધિ વન થી ચાર માર્ગીય રસ્તા પરિણામે પ્રવાસીઓની સફરમાં આરામદાયક બની છે.

પ્રાકૃતિક સૌંદર્યને પરિણામે ફોટોગ્રાફી માટે ઉત્તમ સ્થળ
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પ્રાકૃતિક ઘરેણું હરસિધ્ધિ વન પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફીના શોખીનો માટે એક અનોખું સ્થળ છે. હરિયાળાં વૃક્ષો, વિવિધ પ્રકારના છોડ અને પુષ્પો તેમજ આકર્ષક સ્થળ પરિણામે ફોટોગ્રાફી માટે ઉત્તમ વાતાવરણ પૂરું પાડે છે. એમાં પણ સૂર્યોદય અને સૂર્યાસ્ત નો નજારો એકદમ મનમોહક બની રહે છે. આમ, હરસિધ્ધિ વનએ પ્રાકૃતિક અને સાંસ્કૃતિકનો સુભગ સમન્વયનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે.

રિલેટેડ ન્યૂઝ