વેરાવળના શખ્સે સોશિયલ મીડિયા ઉપર હાથમાં ધારીયુ હથિયાર સાથે ફોટો મુકનાર ને ગીર સોમનાથ પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સોશ્યલ મીડીયામાં હથિયાર સાથે ફોટો, વિડિયો મુકી વાયરલ કરી લોકમાનસ પર ભય અને ખોટી દહેશત ફેલાવનાર શખ્સોને પકડી પાડવા અને સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવા નાયબ પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ વિભાગ રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા એ આપેલ સુચના મુજબ એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા, પો.સબ.ઇન્સ. આર.એચ.સુવા ની રાહબરી હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં રહેલ તે દરમિયાન પો.હેડ.કોન્સ. અનિરુદ્ધસિંહ જયવંતસિંહ, પો.કોન્સ. નદીમ શેર મહમદ ને મળેલી બાતમીના આધારે મુકેશ જેન્તીલાલ ગોહેલ ઉ.વ.38 રહે.વેરાવળ વાળા હાથમાં લોખંડના પાઇપના હાથાવાળું ધારીયુ હથિયાર રાખી ફોટો, વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરેલ હોય તેને એક ધારીયુ હથિયાર સાથે પકડી પાડી પોલીસ માં જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
