રવિવાર અને અધિકમાસમાં લોકોની પ્રથમ પસંદ બન્યું
ગઢડા(સ્વામીના) તાલુકાના 9 કી.મી. દૂર કેરાળા ગામ ખાતે આવેલા સહસ્ત્ર ધરા ખોડિયાર મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટતા ભારે ટ્રાફિક વચ્ચે ચક્કા જામ જેવી સ્થિતિ જોવા મળી હતી. ખાસ કરીને સૌની યોજના મારફતે કેનાલ માટે ઉપરથી પાણી છોડવાના કારણે કાળઝાળ ઉનાળાની ગરમીમાં વહેતા થયેલા પાણીના કારણે સહસ્ત્ર ધરા નદીનું સૌંદર્ય ખીલી ઊઠ્યું છે. તેમજ વર્તમાન સોશિયલ મીડિયાના કારણે લોકો સુધી વહેતા પાણીના ઝરણાની માહિતી પહોચતા અધિક માસ સ્નાન મહિમા અને રવિવારના કારણે બહારગામથી મોટી સંખ્યામાં અનેક લોકો બસ, કાર અને અન્ય વાહનો દ્વારા મોટી સંખ્યામાં આવી પહોચતા ભારે ભીડ વાછાણી ટ્રાફિક જામ સર્જાયો હતો.
