દસાડામાં તાજીયા બનાવતા કિશોરને શોક લાગતા મોત

મુસ્લિમ સમાજના તાજીયા એટલે કે મોહરમ બનાવવાના દરેક મુસ્લિમ સમાજ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે અને તાજીયા બનાવવાની કામગીરી પણ મુસ્લિમ બિરાદરો દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ખાતે રહેતા 16 વર્ષના સગીર વયના યુવાન તાજીયા નું નિર્માણ કરી રહ્યા હતા તેવા સમયે અચાનક શોર્ટ લાગવાના કારણે તેનું ઘટના સ્થળ ઉપર જ દુ:ખદ અવસાન થયું હતું.
ત્યારે આ ઘટનાની જાણકારી મળતા મુસ્લિમ સમાજમાં પણ શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી ત્યારે આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ દસાડા પોલીસ પણ તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને સગીરને તાત્કાલિક અસરે પીએમ માટે સાર્વજનિક દવાખાને મોકલવામાં આવ્યો હતો. ત્યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ગામ ખાતે રહેતા રેહાન સિકંદર ભાઈ સૈયદ ઉંમર વર્ષ 16 જેવો મુસ્લિમ સમાજના તાજીયા નું કામગીરી કરી રહ્યા હતા. તેવા સમયે જ અચાનક શોક લાગવાની કારણે ઘટના સ્થળ ઉપર જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે આ ઘટનાની જાણકારી મળતા મુસ્લિમ સમાજમાં પણ દુ:ખની લાગણી છવાઈ જવા પામી હતી જ્યારે પિતા દસાડા ખાતે એક હોટલ ચલાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે પરિવારમાં પણ આ દુખદ ઘટનાથી શોક છવાઈ જવા પામ્યો છે જ્યારે પોલીસે ઘટના સ્થળ ઉપર પંચનામું કરી અને ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ શરૂ કરી.

રિલેટેડ ન્યૂઝ