મેઈન બજારમાં કાઢી ફલેગ માર્ચ
બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર જિલ્લામાં આવી રહેલા તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તહેવારોની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તે માટે દરેક પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓને સૂચના આપવામાં આવેલ હોય જે સૂચનાને લઈને રાણપુર શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.આગામી દિવસોમાં આવી રહેલ મોહરમના તહેવારને લઈને રાણપુર પોલીસ સ્ટેશનના ઙઈં એસ.એ.પટેલ,ઙજઈં કે.એમ.તડવી, બી.ડી.પટેલ તેમજ પોલીસ કાફલા દ્વારા રાણપુર શહેરના જાહેર માર્ગો અને મુખ્ય બજારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આવી રહેલા મોહરમના તહેવાર દરમિયાન કોમી એકતા અને ભાઈચારા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા ચુસ્તપણે જળવાઈ રહે તે હેતુ સાથે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું…
