સોમનાથ ધારાસભ્ય દ્વારા વેરાવળમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની સુચના

સ્થળ પર રૂબરૂ મુલાકાત કરી ચીફ ઓફીસર, એન્જીનીયરને તાકીદ કરી

સોમનાથ ધારાસભ્ય દ્વારા વેરાવળ ના વોર્ડ નં 5, 6 માં બાયપાસ રોડ પરથી આવતા વરસાદી પાણી ના નિકાલ માટે સ્થળ પર રૂબરૂ જઇ ચીફ ઓફિસર અને એન્જિનિયર ને સ્થળ પર બોલાવી વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવા જણાવેલ છે. વેરાવળના વોર્ડ નં. 5 અને 6 માં બાયપાસ રોડ પરથી આવતા ઉપરવાસના વરસાદી પાણીના નિકાલ અંગે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા સ્થળ પર રૂબરૂ મુલાકાત કરેલ જેમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા ચીફ ઓફિસર અને એન્જિનિયર ને સ્થળ પર બોલાવી આદેશ આપવામાં આવ્યા છે. ગીર વિસ્તાર માંથી ભારે માત્રામાં આવતું વરસાદી પાણી બાયપાસ રોડ ઓળંગીને વોર્ડ નં. 5 અને 6 ના રહેણાંક વિસ્તારોમાં ભરાઈ જાય છે, જેનાથી લોકોને દર વર્ષે નુકસાન થાય છે. ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા અને સ્થાનિક નગરસેવકોની ટીમે બાયપાસ પર જઈને પાણીના કુદરતી પ્રવાહની ચકાસણી કરી હતી. ચીફ ઓફિસર અને એન્જિનિયરને સ્થળ પર બોલાવી, બાયપાસ રોડ પરથી પાણીનો નિકાલ સીધો બાજુની નદીમાં થાય તે માટે તાત્કાલિક ધોરણે ચેનલ/પાઈપલાઈનની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. આ વિસ્તાર માટે નો કાયમી પ્રોજેક્ટ મંજૂર થઈ ગયો છે. ટેન્ડર પ્રક્રિયામાં સમય લાગતો હોવાથી વરસાદ પહેલા લોકોને રાહત આપવા આગામી બે દિવસમાં જ પાણી ડાયવર્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ