પીપરડીની સ્થાનિક નદીમાં પુર આવ્યું: જેસરમાં અડધો ઇંચ વરસાદ: કુંઢેલીમાં વાવણી જોગ વર્ષા
સૌરાષ્ટ્રના કેટલાક શહેરો ગામોમાં આજે મેઘસવારી આવી પહોંચી હતી. સાવરકુંડલા તાલુકામાં બપોર બાદ અનેક ગામોમાં વરસાદ પડયો હતો. પીપરડીની નદીમાં પુર આવ્યું હતું. ભાવનગર જીલલના તળાજા પંથકમાં વરસાદ પડયો હતો. જેસરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. તળાજાના કુંઢેલી ગામે વાવણી જોગ વરસાદથી ખેડુતોમાં હર્ષ ફેલાયો હતો. વરસાદથી ગરમીમાં ઠંડક ફેલાઇ હતી.
સાવરકુંડલા તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી, અનેક ગામોમાં વરસાદ
સાવરકુંડલા તાલુકામાં રવિવારે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સેવાડા, હિપાવડલી, પીપરડી, ધાર, મોટા ભમોદરા, લીખાળા, કાત્રોડી, ખડસલી, વીજપડી, પિયાવા સહિતના ગામોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
પીપરડી ગામમાં સારો વરસાદ થતાં સ્થાનિક નદીમાં પાણીની આવક વધતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નદીમાં નવા નીર આવતા ગ્રામજનોમાં પણ ખુશી જોવા મળી હતી.
છેલ્લા ઘણા દિવસોથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. વરસાદ શરૂ થતાં ખેતરોમાં વાવણીની તૈયારીઓને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધીમે ધીમે હવે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં પણ ચોમાસું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં પણ સારો વરસાદ વરસે તેવી ખેડૂતો અને ગ્રામજનો આશા રાખી રહ્યા છે.
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં વરસાદ: જેસરમાં અડધો ઇંચ વરસાદ
ભાવનગર જિલ્લાના તળાજા પંથકના ખેડૂતોએ છેલ્લા વીસેક દિવસ દરમિયાન માંડવી,શેરડી સહિતના પાકોનું વાવેતર કરી નાખેલછે.50%થી વધુ ખેડૂતો વરસાદ ની રાહ જોઇને બેઠાછે તેવા ખેડૂતોને વરસાદ વરસવાની આશા બંધાઈછે આજે અમુક ગામડાઓમાં વરસેલા વરસાદ ને પગલે.થોડો વરસાદ વરસશેતો પણ જમીનમાં ભેજ જળવાઈ રહેજેથી ખેડૂતોને પાણીવાળવું ન પડે.
શેત્રુંજી સિંચાઈ યોજના કેનાલ દ્વારા પાણી છોડવામાં આવેજેથી ખેડૂતોએ કરેલ વાવેતરને બચાવવા માટે કરાયેલ માગ વચ્ચે આજે બપોરબાર તળાજા ના નવા સાંગાણા, કુંઢેલી, ઘાટરવાળા, ઠાડચ સહિતના વિસ્તારોમાં નેવાધાર વરસાદ વરસ્યોહતો. જ્યાં વરસાદ વરસ્યો તે વિસ્તારના ખેતરોમા પાણી ભરાયેલ હોય તેવા દ્રશ્યોસામે આવ્યા હતા.
ભાવનગર જિલ્લાના જેસરમાં આજે બપોરે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જેસરમાં 10 મી.મી. વરસાદ નોંધાયો છે.
તળાજાના કુંઢેલી પંથકમાં વાવણીજોગ વરસાદથી સર્વત્ર આનંદ અને ખુશીની લહેર
તળાજા પંથકમાં આજ બપોર બાદ મેઘરાજાની ધામધૂમપૂર્વક પધરામણી થઈ હતી. આથી સર્વત્ર ખુશીની લાગણી ફેલાય છે. આજના વરસાદથી વાવણી જોગ વરસાદ થયો હતો. વરસાદ પહેલાના દિવસોમાં કપાસ, મગફળી, જુવાર વગેરે પાકો ઉછેરનાર ખેડૂતો માટે પણ આજના વાવણી જોગ વરસાદથી ખૂબ ફાયદો થશે.
આજના ભરપૂર વરસાદ થી ગામના નદી નાળા છલોછલ થયા હતા. ઘણો લાંબો સમય રાહ જોવરાવ્યા બાદ મોડે મોડે પણ આજે પડેલા સારા વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી. આજુબાજુના ગામો ઠાડચ, ટાઢાવડ,ઘાટરવાળા વગેરે ગામોમાં પણ સારા વરસાદના સમાચાર છે.
