શ્રી કૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ, દેવળાગેઇટ – સાવરકુંડલા દ્વારા નેસડી રોડ, મેલડીધામની બાજુમાં આવેલી સંસ્થાની ગૌશાળામાં અંધ, અપંગ તથા બિનમાલિકી (રઝળિયાત) ગૌવંશના આશ્રય અને સંભાળ માટે નિર્માણ પામનાર નવા શેડના ભૂમિપૂજન અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ 28 જૂન 2026 રવિવારે ભાવભેર યોજાયો હતો.અંદાજે રૂ. 20 લાખના ખર્ચે 150 ફૂટ સ 50 ફૂટના વિશાળ શેડનું નિર્માણ કરવામાં આવશે, જેમાં હાલમાં સંસ્થામાં માવજત પામી રહેલા અંદાજે 150 જેટલા અંધ, અપંગ અને નિરાધાર ગૌવંશને વધુ સુરક્ષિત અને સુવિધાસભર આશ્રય ઉપલબ્ધ થશે.કાર્યક્રમમાં ગૌસેવા પ્રત્યે સમર્પિત મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ, દાતાશ્રીઓ, આગેવાનો અને શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન અને ખાતમુહૂર્તની વિધિ સંપન્ન થઈ હતી. ઉપસ્થિત મહાનુભાવોએ ગૌસેવાનું મહત્વ સમજાવી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.સંસ્થાના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે શ્રી કૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા તથા આસપાસના વિસ્તારોમાં મળતા બીમાર, ઘાયલ, અપંગ અને બિનવારસી ગૌવંશને આશ્રય, સારવાર અને નિયમિત માવજતની નિ:સ્વાર્થ સેવા સતત આપવામાં આવી રહી છે. નવો શેડ તૈયાર થતાં ગૌવંશને વધુ સારી અને સુરક્ષિત સુવિધાઓ ઉપલબ્ધ થશે.
રિલેટેડ ન્યૂઝ
-
સાવરકુંડલામાં ગટરલાઇનના કામ દરમિયાન ગુજરાત ગેસની મેઇન લાઇન તુટતા અફડાતફડી
જીયુડીસીની બેદરકારી સામે લોકોમાં રોષ: સુરક્ષા નિયમોનું કડક પાલન કરવા માંગણી શહેરના જનતા બાગ નજીક ૠઞઉઈ... -
રાજુલા તાલુકાનું ગૌરવ: અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી પદે વરણી
સંતોએ કર્યું ભવ્ય સ્વાગત, ધર્મ, સંત સમાજ અને સનાતન સંસ્કૃતિની રક્ષા પ્રાથમિકતા હરિદ્વાર ખાતે મળેલા અખિલ... -
સલાયામાં બે મહિલાના ઘરમાં તસ્કરો ત્રાટક્યા રૂા.58640નો મુદામાલ ચોરાયાની ફરિયાદ નોંધાઇ
સલાયામાં એકી સાથે બે મહીલાના ઘરને તસ્કરોએ નિશાન બનાવીને રૂા.58640ના મુદામાલની ચોરી કર્યાની પોલીસ ચોપડે ફરીયાદ...
