ઉપલેટા સેવા સહકારી મંડળીની 53 મી વાર્ષિક સાધારણ સભા લેવા પટેલ સમાજ ખાતે પ્રમુખ હરિભાઈ ઠુંમર ભોલે ના પ્રમુખ સ્થાને મળી હતી જેમાં વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવેલ ચાલુ વર્ષે મંડળી એ દસ લાખ રૂપિયા નો નફો કરતા પ્રમુખ હરિભાઈ સભાસદોને 8% અને ધિરાણ લેતા ખેડૂતોને ભેટ આપવાની જાહેરાત કરી હતી આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા જિલ્લા બેંકના ડિરેક્ટર નરસીભાઇ મૂગલપરા સહકારી સંઘના પ્રમુખ ગોપાલભાઈ સખીયા ડી. બી. રામાણી નરેશભાઈ લક્કડ કે. ડી. ગજેરા વલ્લભભાઈ સોજીત્રા શાંતિલાલ ગજેરા કિશનભાઇ વસોયા દીપકભાઈ ઠેસીયા વલ્લભભાઈ મુરાણી બટુકભાઈ મુરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન આરડીસી બેંકના જોનલ મેનેજર ભાવેશભાઈ પાદરીયા એ કર્યુ હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળીના મંત્રી નરોતમભાઈ ગજેરા ના માર્ગદર્શન નીચે વિશાલભાઈ મુરાણી તથા દિનેશભાઈ સાવલિયા એ ભારે જહેમત ઉઠાવી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
વડિયાના તોરી ગામે પરપ્રાંતિય મજૂરોનું રજીસ્ટ્રેશન અમરેલી સુરક્ષા એપ્લિકેશનમાં કરાયું
દરેક ગામડામાં ખેડૂતોની વાડીઓમાં વસવાટ કરતા પરપ્રાંતિય મજૂરોની કરવામા આવશે નોંધણી અમરેલી જિલ્લામાં બનતા ગુનાઓ અને... -
માળીયા હાટીનાની ત્રણ છાત્રોનો અભ્યાસનો આજીવન ખર્ચ ઉઠાવશે બી ફ્રી ટયુશન કલાસ
આજે શિક્ષણ એક વેપાર થઈ ગયો છે શિક્ષણ પાછળ વિદ્યાર્થીઓ લાખો રૂપિયાનો ખર્ચો કરે છે તગડી... -
ભાવનગરમાં બાસ્કેટબોલનો મહાકુંભ: 7 જુલાઈથી ‘BBL સિઝન-6’નો પ્રારંભ, 256 ખેલાડીઓ મેદાને ઉતરશે: 8 ફ્રેન્ચાઇઝી ટીમો વચ્ચે થશે ટક્કર
ભાવનગરના રમતજગતમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાય છે તે ’ભાવનગર બાસ્કેટબોલ લીગ (ઇઇક) સિઝન-6’ ના ભવ્ય આયોજનની...
