વડિયાના તોરી ગામે પરપ્રાંતિય મજૂરોનું રજીસ્ટ્રેશન અમરેલી સુરક્ષા એપ્લિકેશનમાં કરાયું

દરેક ગામડામાં ખેડૂતોની વાડીઓમાં વસવાટ કરતા પરપ્રાંતિય મજૂરોની કરવામા આવશે નોંધણી

અમરેલી જિલ્લામાં બનતા ગુનાઓ અને ઘટનાઓને ધ્યાને રાખીને ગુનાખોરી પ્રવૃત્તિઓને ડામવા માટે અમરેલી જિલ્લા માં ખેતીકામ માટે આવતા પરપ્રાંતિય મજૂરોના રજીસ્ટ્રેશન માટેની એપ્લિકેશન “અમરેલી સુરક્ષા કવચ ” નામ થી અમરેલી પોલીસ દ્વારા શરુ કરવામાં આવી છે.
આ એપમાં દરેક ગામડામાં ખેત મજૂરી અને અન્ય કામો સાથે જોડાયેલા પરપ્રાંતિય મજૂરોનું રજીસ્ટ્રેશન કરવા માટે નો એક કેમ્પ વડિયા કુંકાવાવ તાલુકાના તોરી ગામે આદર્શ માધ્યમિક શાળામાં ડિવાએસપી ચિરાગ દેસાઈની હાજરીમા તેના માર્ગદર્શન નીચે વડિયા પોલીસ અને તોરી ગ્રામપંચાયત દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમા તોરી ગામે ખેડૂતોની વાડીઓમાં વસવાટ કરતા પરપ્રાંતિય ખેત મજૂરોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ. આ બાબતે ગ્રામપંચાયત ની અપીલથી સ્થાનિક ખેડૂતો પોતના મજૂરો સાથે મોટી સંખ્યમાં ઉપસ્થિત રહી રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. આ કાર્યક્રમ માં ડીવાયએસપી ચિરાગ દેસાઈ, ઇન્ચાર્જ પીઆઇ પી ડી ગોહિલ, સરપંચ પરેશ કોટડીયા,વડિયા પોલીસ સ્ટાફ અને સ્થાનિકો એ જહેમત ઉઠાવી હતી.દરેક ગામમાં આ બાબતે જાગૃતતા લાવી તમામ પર પ્રાંતિય ખેત મજૂરોનુ રજીસ્ટ્રેશન કરાવવા ખેડૂતો સહકાર આપવા આગળ આવે તેવી તોરીના જાગૃત સરપંચ તરીકે અપીલ કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ