જાફરાબાદ મેરી ટાઈમ બોર્ડ ને વડી કચેરી ગાંધીનગર કંટ્રોલ રૂમ દ્વારા તા/03/07/2026 ના રોજ સુચના મુજબ અત્રેની કચેરી ખાતે 03 નંબર નું સિગ્નલ લાઈટ હાઉસ ખાતે ચઢાવવામાં આવ્યું છે. દરિયામાં ભારે કરંટના કારણે દરિયાકાંઠે ન જવા લોકો ને તંત્રની તાકી છે. ભારત સરકાર ના હવામાન વિભાગની આગાહી ને પગલે જાફરાબાદ દરિયાકાંઠે ના વિસ્તારો માટે આગામી કલાકો દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે. અને ઉંચા મોજા ઉછળવાની પ્રબળ સંભાવના જાહેર કરવામાં આવી છે. જે સંદર્ભે 3 નંબર નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની સત્તાવાર માહિતી અનુસાર તા. 3 જુલાઈ ના સુધીના 24 કલાક દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે. અને ઉંચા મોજા ઉછળવાની પ્રબળ સંભાવના છે. દરિયાની આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ વ્યક્તિ એ દરિયા કિનારે જવું નહીં સામાન્ય દિવસોમાં લોકો જ્યાં ફરવા કે અન્ય પ્રવૃત્તિઓ માટે એકઠા થતા હોય છે. તેવા તમામ જાણીતા પર્યટન સ્થળો જેવા લાઈટ હાઉસ તથા સર્વેશ્વર વિસ્તાર કે અન્ય દરિયાકાંઠાના સ્થાળોથી સંપૂર્ણપણે દૂર રહેવા તાકીદ કરવામાં આવી છે.
રિલેટેડ ન્યૂઝ
-
મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા જળાશયોમાં નવા નીરની આવક
નર્મદા ડેમ 64 ટકા ભરાયો, 206 જળાશયોમાં 36 ટકા જથ્થો ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાના પ્રારંભિક તબક્કામાં... -
ઉપલેટામાં રોડ-રસ્તાના અધૂરા કામથી ચોમાસામાં વાહન ચાલકોને હેરાનગતિ
સાવચેતી રાખવા ખૂદ પાલીકાએ કરેલી અપીલથી લોકોમાં રોષ રાજ્ય સરકારની શહેરી અને ગ્રામીણ વિકાસ યોજના અંતર્ગત... -
ધોરાજીના ઝાંઝમેર-સોડવદર માર્ગ પર સાવેણી નદીનું ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર ઠપ્પ
જામનગરને જોડતા મહત્વનો માર્ગ તૂટતા લોકોને ભારે હાલાકી ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામથી સોડવદર થઈ જામનગર તરફ...
