મનપામાં 2018થી પેન્ડીંગથી લઇ ડિમોલીશન સુધીના બિલ જાહેર કરો: કોંગ્રેસનો પત્ર

જવાબ નહી આપો તો જનરલ બોર્ડમાં પ્રશ્ર્ન પુછાશે: હેમાંગ વસાવડા

ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસીડેન્ટ ડો.હેમાંગ વસાવડા અને શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજાએ રાજકોટ મ્યુનિ.કમિશનરને ખુલ્લો પત્ર લખી જંગલેશ્ર્વર ડિમોલીશન દરમિયાન કરવામાં આવેલા ખર્ચ અંગે સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, છેલ્લા થોડા દિવસોથી રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં કરદાતા દ્વારા ભરવામાં આવતી રકમની “લૂંટ” થતી હોવાની વિગતો સતત માધ્યમોમાં આવી રહી છે. ત્યારે સામાજીક અને રાજકીય અગ્રણી તરીકે અમારા આપને સીધા પ્રશ્ર્નો છે તેનો જવાબ આપે આપવો જરૂૂરી છે.
જંગલેશ્ર્વર ડીમોલીશનના છુટક બીલોની વાત માધ્યમોમાં આવ્યા કરે છે. દા.ત. ફોટોગ્રાફી 22 લાખ રૂૂપિયા, પાણીની બોટલ આઠ રૂૂપિયા, કુલ 23 લાખ વગેરે. આખા ડીમોલીશનનો કુલ ખર્ચો કેટલો? કોરોના સમયે જંગલેશ્ર્વરમાં પતરાની આડશ કરવામાં આવી હતી. કારણ ખબર નથી. તેનો કુલ ખર્ચો કેટલો ? અમારી જાણકારી મુજબ 2018 થી બીલ પેન્ડીંગ પડેલ છે. આ બીલોને શાસકીય મંજુરી મળેલ નથી અને પેન્ડીંગ છે. આ વાત સાચી કે ખોટી? જો સાચી હોય તો સેવા આપનાર, માલ આપનાર, વેન્ડરો વ. આઠ વર્ષથી પૈસા ચુકવાયા વગર સેવાઓ આપે છે ? અમારી સમજણ મુજબ આ શકય બને નહીં. તો તેના પૈસા ચુકવાણા કઈ રીતે? હવે હવાલા જ પાડવાના છે કે કેમ ?
અધિકારીઓ કોર્પોરેશનમાંથી ’એબસ્ટેક’ રકમ ઉપાડે છે. પછી તે ’સેટ ઓફ’ કરે છે. આ પધ્ધતિ ભ્રષ્ટાચાર, કટકી શકય બનાવે છે. આ પધ્ધતિ તરત બંધ કરવી અને ’એબસ્ટેક’ વાળી વિગત જાહેર કરવામાં આવે તેવી માંગણી કરી છે. ધારાસભા વિસ્તારોમાં સરકારના કાર્યક્રમોની જાહેરાતો, તેમના કાર્યક્રમો, મુખ્યમંત્રીની મુલકાતોનો ખર્ચો કઈ રીતે કરવામાં આવે છે અને કેટલો કરવામાં આવે છે. આ વિગતો જાહેર કરવા અને આ પ્રશ્ર્નોના જવાબ સાર્વજનિક કરવા ડો.હેમાંગ વસાવડાએ માંગણી કરી છે.

રિલેટેડ ન્યૂઝ