ગીર ગઢડાના વાડી વિસ્તારમાં દીપડો પાંજરે પુરાયો

લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો

ગીર ગઢડા ખાતે હિંમતભાઈ કાનાણીની વાડીમાં અવારનવાર રહેણાક વિસ્તારમાં લોકોના ઘર સુધી પહોંચી જતા અને જેની રંજાડની લાંબા સમયથી ફરિયાદ હતી.તે દીપડાને વન વિભાગના પૂર્વ ગીર વિભાગની જસાધાર રેન્જ દ્વારા પીંજરું મૂકી સફળતાં પૂર્વક પકડવામાં આવ્યો હતો,ત્યારબાદ દીપડાને મેડિકલ તપાસ અર્થે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
સાથે થોડા દિવસ પૂર્વેથી દીપડો લોકોના રહેણાક મકાન બગીચા અને વાડી વિસ્તારમાં પ્રતિદિન જોવા મળતો હતો,જેના કારણે પટેલપરા વિસ્તારમાં રહેતા રહીશો સાંજના સમય પછી ભયના માહોલ હેઠળ રહેતા.આ દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી.

રિલેટેડ ન્યૂઝ