રાજુલામાં પીજીવીસીએલની બેદરકારીથી વીજ કરંટ લાગતા આખલાનું મોત

ખુલ્લા વીજ વાયર કોઈ માણસનો ભોગ લે તે પહેલા પીજીવીસીએલ ખુલ્લા ટીસીનું તાત્કાલીક ધોરણે નિરાકરણ કરે તેવી લોક માંગ

રાજુલા ખાતે આંબેડકર સર્કલ થી જાફરાબાદ રોડ વચ્ચે આવેલ ટીસીના ખુલ્લા છેડા અને થાંભલાની બાજુમાં લટકતા વાયરના કારણે આજે વહેલી સવારે એક આકલો કરંટ લાગવાથી મોતને ભેટ્યો હતો.
બનાવની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા પરંતુ ટીસીમાંથી કરંટ ઉતરતો હોવાથી કોઈ તેની નજીક જવાની હિંમત કરી શક્યું ન હતું. અંતે આકલો મૃત્યુ પામીને બાજુમાં ફેંકાઈ ગયો હતો. બાદમાં દુકાનદારોએ તેને બહાર કાઢી વાહનમાં ભરી દૂર નાખ્યો હતો.
સ્થાનિક દુકાનદારોનું કહેવું છે કે આટલી મોટી ઘટના બની હોવા છતાં ઙૠટઈકના કોઈ અધિકારી ઘટનાસ્થળે આવ્યા ન હતા. સવારે અકસ્માત થયા બાદ જ અધિકારીઓ દોડતા આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ જ વિસ્તારથી 100 ફૂટ દૂર ઈંઈઈંઈઈં બેંક પાસે પણ આવી જ સ્થિતિ છે. આ બંને જગ્યાએ ટીસી અને થાંભલા જ્યાં ઉભા છે તેની બાજુમાં કૃષ્ણ હોસ્પિટલ અને મોટી આઈસ્ક્રીમની દુકાનો આવેલી છે. દવાખાનામાંથી ઉતરતા દર્દીઓ અને રાહદારીઓને પણ આ ખુલ્લા વાયર અને ટીસી પાસેથી જ પસાર થવું પડે છે. વરસાદમાં નીચે પાણી ભરાતા શોર્ટ સર્કિટનો ભય પણ રહે છે.
દુકાનદારો અને સ્થાનિકોનું કહેવું છે કે થાંભલા હટાવવા બાબતે અમે છેલ્લા એક વર્ષથી વારંવાર લેખિત રજૂઆત કરી છે પરંતુ કોઈ નક્કર પગલા લેવાયા નથી. અધિકારીઓ માત્ર “અંડરગ્રાઉન્ડ વાયરિંગ થશે” એવો જવાબ આપે છે, પરંતુ એક વર્ષથી માત્ર વાતો જ ચાલે છે.
આ રોડ પર આવેલા દુકાનદારોમાંથી સવાલ ઉઠ્યો છે કે ગામમાં ઘણી જગ્યાએ ટીસીની ફરતે સારી લોખંડની જાળી મુકવામાં આવી છે, તો અહીંયા શા માટે આટલી બેદરકારી રાખવામાં આવી છે?
સ્થાનિકોએ માંગ કરી છે કે કોઈ માનવીનો ભોગ લેવાય તે પહેલા તાત્કાલિક ધોરણે આ બંને ટીસીનું કાયમી નિરાકરણ લાવવામાં આવે. તેના માટે કાં તો અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવે અથવા ટીસીની ચારેબાજુ લોખંડની જાળી ગોઠવવામાં આવે જેથી કોઈ ટીસી સાથે અડીને અકસ્માતનો ભોગ ન બને. દુકાનદારોએ ચેતવણી આપી છે કે હવે પછી આકલાની જેમ કોઈ માણસનો ભોગ લેવાશે તો તેની સંપૂર્ણ જવાબદારી ઙૠટઈકના અધિકારીઓની રહેશે.

રિલેટેડ ન્યૂઝ