આસામથી ઉનાના કાજરડી આવેલી પરિણીતાનું વીજ કરંટથી મોત

ઇન્સ્ટાગ્રામ પર પાંગરેલા પ્રેમ બાદ ત્રણ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા, રસોઈ બનાવતી વેળાએ ખુલ્લા વીજ વાયરનો સ્પર્શ થતાં મોત

ઉના તાલુકાના કાજરડી ગામે એક કરુણ ઘટના સામે આવી છે. આસામથી ઇન્સ્ટાગ્રામ પર પાંગરેલા પ્રેમને કારણે કાજરડી આવી લગ્ન કરનાર 24 વર્ષીયપરિણીતા નું રસોઈ બનાવતી વેળાએ વીજ કરંટ લાગતાં મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, કાજરડી ગામે રહેતા ભાવેશભાઈ પરમારની પત્ની અસ્મિતાબેનભાવેશભાઈ પરમાર (ઉં.વ. 24) બપોરના સમયે પોતાના ઘરે રસોઈ બનાવી રહ્યા હતા. તે દરમિયાન અસ્મિતાબેનનો ખુલ્લા વીજ વાયર સાથે અચાનક સંપર્ક થતાં તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાં તેઓ ઘરમાં જ ફંગોળાઈ ગયા હતા.ઘટના સમયે તેમના પતિ ભાવેશ ભાઈ ઘરની બહાર મિત્રો સાથે ઊભા હતા.પત્નીનેવીજ કરંટ લાગ્યાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘરમાં દોડી આવ્યા હતા અને અસ્મિતાબેનનેસારવારમાટેહોસ્પિટલ માં ખસેડ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
અસ્મિતાબેન મૂળ આસામના વતની હતા. આશરે ત્રણ વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ મારફતે ભાવેશભાઈ અને અસ્મિતાબેનનો પરિચય થયો હતો. આ પરિચય પ્રેમમાં પરિણમ્યા બાદ અસ્મિતાબેન આસામથી કાજરડી આવ્યા હતા અને બંનેએ લગ્ન કર્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ, બંનેનો ઘર સંસાર સુમેળભર્યો ચાલી રહ્યો હતો. જોકે, અચાનક બનેલી આ દુર્ઘટનાએ પરિવારની ખુશીઓ છીનવી લીધી છે.
વરસાદી માહોલ વચ્ચે વીજ કરંટની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જુલાઈ મહિનામાં જ વીજ કરંટ લાગવાથી ત્રણથી વધુ લોકોના મોત થયાનાબનાવો સામે આવ્યા હોવાનું જાણવા મળે છે. વરસાદી ઋતુમાં ખુલ્લા વીજ વાયર અને જોખમી વીજ જોડાણો અંગે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.

રિલેટેડ ન્યૂઝ