રાજુલા સેન્ટર ખાતે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા આયોજિત શિપિંગ વિંગ્સ અભિયાન નો સમાપન કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. અભિયાન દરમિયાન સમાજમાં સેવા, શિક્ષણ, સ્વચ્છતા અને આરોગ્યના સંદેશને ઘર-ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
અભિયાનના સમાપન નિમિત્તે સ્વાન પોર્ટ ખાતે સફાઈ અભિયાન અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. ત્યારબાદ અલ્ટ્રા ટેક સિમેન્ટ કંપની માં આવેલી ઈંગ્લિશ સ્કૂલ માં વિદ્યાર્થીઓ માટે મૂલ્યલક્ષી પ્રેરક સેમિનાર તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અને સકારાત્મક વિચારો પર આધારિત કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિતોને પ્રભાવિત કર્યા.
સાંજે હોટલ લાઇન લોર્ડ ઈન ખાતે મહાનુભાવોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની અંતિમ કડી સદ વિચાર હોસ્પિટલ ટ્રસ્ટ, રાજુલા ખાતે યોજાયેલ આરોગ્ય તપાસ શિબિર અને રક્તદાન કેમ્પ સાથે કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો.
સમાપન કાર્યક્રમમાં પીપાવ પોર્ટના કસ્ટમ કમિશનર વિજય ખેમાણી, સ્કૂલ પ્રિન્સિપાલ મતી એકતા મલ્હોત્રા, , જછઙ ઝા મેડમ, રેલવે મેનેજર મોઢા સહિત રેલવેના અન્ય અધિકારીઓ, લેડીઝ ક્લબના પ્રેસિડેન્ટ તથા વિવિધ ઉદ્યોગોના મેનેજરો અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજુલા બ્રહ્માકુમારી વિદ્યાલય ના અનુબેન, સરોજબેન, કાજલબેન તથા બ્રહ્માકુમારી બહેનોએ ભારે જહેમત ઉઠાવીને સફળ બનાવ્યું હતું.
