શલ્યતંત્ર-1ના પેપરમાં પુછાયેલા 12 પૈકી 11 પ્રશ્ર્નો સોશિયલ મીડીયામાં ફરતા થયા’તા; તપાસ સમિતિની રચના કરાઈ
પરીક્ષાઓમાં પેપર લીકના વારંવાર થતા આક્ષેપો ખરેખર ખૂબ જ ચિંતાજનક છે. નીટ કૌભાંડ બાદ હવે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ની શલ્ય તંત્ર – 1 ની પરીક્ષા પર પણ આવા આરોપો લાગવા એ મહેનતુ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ જ નિરાશાજનક છે.
જ્યારે વિદ્યાર્થીઓ વર્ષો સુધી દિવસ-રાત એક કરીને તૈયારી કરતા હોય, ત્યારે આવી ગડબડીઓથી સમગ્ર પરીક્ષા પ્રણાલી પરનો વિશ્વાસ ડગમગી જાય છે.
જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા શલ્ય તંત્ર – 1 ( સર્જરી ) ની પરીક્ષા નો 17 જુલાઈ થી પ્રારંભ થયો છે આ પરીક્ષા તારીખ 2 ઓગસ્ટ સુધી ચાલનાર છે.
દરમિયાન ગત તા.20 જુલાઈ ના રોજ પરીક્ષા લેવામાં આવી હતી. જેનો સમય સવારે 9:30 થી 12:30 નો હતો આ દરમિયાન સાંજે એક્ઝામ ક્ધટ્રોલર ને મોબાઈલ માં મેસેજ મળ્યો હતો કે સોશિયલ મીડિયા માં પેપર લીક થયું છે. પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે
આઈ એમ પી.તરીકે 12 પ્રશ્ન સોશિયલ મીડિયા માં વાયરલ થયા હતા. જેમાં થી 11 પ્રશ્નો પરીક્ષા માં પૂછ્યા છે. આ અંગે યુનિ. ના વાઇસ ચાન્સેલર નરેશકુમાર જૈન ના જણાવ્યા મુજબ પેપર લીક થયું નથી . પરંતુ મહત્વ ના પ્રશ્ન સોશિયલ મીડિયા માં વાયરલ થયા છે.
આમ છતાં તપાસ સમિતિ ની રચના કરવામાં આવી છે.જેમાં ત્રણ અધિકારી નો સમાવેશ થાય છે .જેના અહેવાલ બાદ કોઈ કસુરવાર જણાશે તો નિયમ મુજબ પગલા લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય ની 25 કોલેજ માં આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ત્રીજા વર્ષ ની પરીક્ષા લેવામાં આવી રહી છે.જેમાં 2000 થી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
