અમરેલી પોલીસે વિવિધ ચોરીના ભેદ ઉકેલ્યા
આરોપી અલગ-અલગ હોટેલમાં ઉતરતો અને ચોરી-ઠગાઈને અંજામ આપતો હતો
અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ તથા જામનગર જિલ્લાની અલગ અલગ હોટલોમાં રોકાવવાના બહાને હોટલ અને તેની આજુબાજુમાંથી ચોરી કરતા અને છેતરપીંડી કરી પૈસા પડાવતા ઇસમને પકડી પાડી, અમરેલી સીટી પોલિસ સ્ટેશન સહીતના સૌરાષ્ટ્રના જિલ્લાના ગુના ભેદ અમરેલી એલ.સી.બી. ટીમે ઉકેલી આગળની વધુ તપાસ માટે અમરેલી સીટી પોલીસને સોંપી આપેલ છે. અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી.ટીમને સૂચના આપવામાં આવેલ હતી જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.ની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા અમરેલી બસ સ્ટેશન નજીકની હોટલમાંથી ચોરી કરનાર અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ હતી. આ ગુનાના આરોપીના વર્ણન અંગે માહિતી મેળવી, આરોપીને પકડી પાડવાના સઘન પ્રયાસો શરૂ કરવામાં આવેલ હતા. તે દરમિયાન બાતમી તેમજ ટેકનીકલ સોર્સ આધારે સુરતના પાસોદરા પાટીયા, અંબા લકઝરીયસમાં રહેતા અને મુળ જામનગરના વતની જીકેશભાઇ રાજેશભાઇ પાનસુરીયા નામના ઇસમને પકડી પાડી તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 15,500 કબ્જે કરી હતી. પકડાયેલ આરોપીની પુછપરછ દરમિયાન અલગ અલગ જગ્યાઓએ તે હોટલમાં રોકાતો હતો. તે દરમિયાન યેનકેન બહાને સામેવાળાને વિશ્વાસ માં લઇ ઓનલાઇન રૂપિયા બાદમાં ટ્રાન્સફર કરી આપવાના બહાને રોકડ રૂપિયા લઇ જતો રહેતો હતો. તેમજ હોટલના કાઉન્ટરમાંથી તેમજ હોટલની બાજુમાં આવેલ જગ્યાએથી ચોરી કરતો હોવાની કબુલાત કરતા તે ઈસમને અમરેલી સહીતના અલગ અલગ જિલ્લાના ગુનો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે. પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં ગત તા.22 ના રોજ વડોદરાથી અમરેલી આવેલ અને અમરેલી બસ સ્ટેશન ખાતે આવેલ અને અમરેલીની હોટલ વેલકમ ઇનમાં રોકાયેલ હતો. તે દરમિયાન ગઇ તા.25 નાં રોજ સવારના ત્રણ ચાર વાગ્યાના અરસામાં હોટલના કાઉન્ટર ઉપર કોઇ ન હોય, જેથી પોતે ચાવી વડે કાઉન્ટરનું ડ્રોવર ખોલી રૂપિયા 21,000 ની ચોરી કરી લઇ ગયેલ હતો. આ ઉપરાંત આરોપીએ રાજકોટ, ઉના, પોરબંદર, વેરાવળ, જામનગર, જૂનાગઢ, અમદાવાદ, વડોદરા, અંકલેશ્ર્વર વગેરે જુદા જુદા સ્થળેથી કરેલી ચોરીની કબુલાત કરી હતી.
