યાત્રાધામ વીરપુરમાં ગુરૂપુર્ણિમાના પાવન અવસરે ભાવિકો ઉમટી પડ્યા

જય જલારામના નાદથી ગુંજ્યુ પવિત્ર ધામ

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં વહેલી સવારથી જ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. દેશ-વિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ પૂજ્ય સંત જલારામબાપાના દર્શન તેમજ તેમના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિના દર્શન માટે ઉમટી પડ્યા હતા.
ગુરુપૂર્ણિમાના પર્વ નિમિત્તે સમગ્ર યાત્રાધામ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. જલારામબાપાની જગ્યાએ વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. જલારામબાપાને પોતાના ગુરુ તરીકે માનતા ભક્તોએ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે “જલારામ ધૂન” ગાઈને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.
આ અવસરે સંત જલારામબાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિનું વિધિવત પૂજન જલારામ ગાદીના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા તેમજ જલારામબાપાના પરિવારજનોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિમાં મોટી સંખ્યામાં ભાવિકો, શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ