ગીરગઢડાના થોરડીમાં જાહેરમાં જુગાર રમતા સાત શકુની ઝડપાયા

રૂા.13,590 કરોડ અને જુગારનું સાહિત્ય પોલીસે કબ્જે કર્યુ

ગીરગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારનો ગણનાપાત્ર કેસ ઝડપાયો છે. થોરડી ગામના નવાપારા વિસ્તારમાં જાહેર જગ્યા એ જુગાર રમતા 7 શખ્સોને પોલીસે ઝડપી પાડી કુલ રૂ.13,590નો મુદ્દામાલ કબજે કર્યો છે.
એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વણારકા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.બી. ગોહીલની રાહબરી હેઠળ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડ ની ટીમને મળેલી સંયુક્ત બાતમીના આધારે ગીરગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારના થોરડી ગામના નવાપારા વિસ્તારમાં જાહેર જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન પોલીસ ટીમે જુગાર રમતા સાત ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.13,590 તેમજ જુગારનું સાહિત્ય અને પાથરણું કબજે કર્યું હતું પકડાયેલા 7 વિપુલભાઈ ગોબરભાઈ મોઢકીયા, વિપુલ ગટુરભાઈ મેર, ગુણા ભાઈ હીરાભાઈ સરવૈયા , સબિરભાઈ છોટુભાઈ રફાય , રફીકભાઈ વજીરભાઈ બ્લોચ ,બળવંતભાઈ કાળુ ભાઈ ચુડાસમા અને જમાલભાઈ ઈલયાશભાઈ શેખ ને ઝડપી પાડ્યા હતા.આ તમામ સામેગીરગઢડાપોલીસ સ્ટેશનમાં ગુનો નં. 553/2026 હેઠળ જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વણારકા, પો.સબ ઇન્સ્પેક્ટર એ.બી. ગોહીલ, પો.હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ જાની, પો.કોન્સ્ટેબલ વિજયભાઈ રામ તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.કોન્સ્ટેબલ રવિરાજસિંહ બારડ સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ