ઇકો ફ્રેન્ડલી ગણપતિની મુર્તિ પૂર્વ ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા વિતરણ કરાશે
આગામી દિવસોમાં ગણેશ મહોત્સવ આવી રહ્યો છે દેશ અને ગુજરાત રાજ્યમાં ગણેશ મહોત્વની લોકો ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે ત્યારે પર્યાવરણ સંરક્ષણ કરવા માટે પ્રકૃતિ બચાવવા સંસ્કૃતિ બચાવવા માટે અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ ખાંભા 98 વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા આ વખતે અનોખી પહેલ કરવામાં આવી છે આગામી ગણેશ મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવા માટે પૂર્વ ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ ફ્રી વિતરણ કરવા માટે નંબર જાહેર કરવામાં આવ્યા છે.
દર વર્ષે અહીં ચિનાઈ માટેના ગણેશમૂર્તિ વિતરણ થતી હતી પરંતુ વિસર્જન સમયે દયનિય પરિસ્થિતિમાં ગણેશ મૂર્તિ જોવા મળતી હતી જેથી પર્યાવરણને નુકસાન ન થાય તે માટે પ્રકૃતિનું જતન થાય પર્યાવરણ વચ્ચે અને આપણી સંસ્કૃતિ પણ જળવાય રહે તે માટે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ ફ્રી વિતરણ કરવામાં આવશે સંપર્ક નંબર 9904299030, 9824298978, 7307655555 ઉપર કોલ કરી મૂર્તિ અંગે નોંધણી કરાવવાની રહેશે.
