માળિયાહાટીનાના વ્રજમીડેમમાં સૌની યોજનાનું પાણી ઠાલવવા માંગ

10 ગામના 50 ખેડૂતો કાલીભંડા ગામે એકઠા થયા

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસામાં વરસાદ નહીં વરસતા દુષ્કાળ જેવી સ્થિતીનું સર્જન થયું છે. વરસાદની ઘટને કારણે નદી-નાળા સુકાઈ ગયા છે. ખેડૂતોના પાક પર જોખમ ઉભું થયું છે. ત્યારે માળિયાહાટીનાના કાલીભંડા ગામે 10 ગામના 50 ખેડૂત એકઠા થઈ વ્રજમી ડેમમાં સૌની યોજનાનું પાણી ઠાલવવા માંગ કરી છે.
માળીયાહાટીના પંથકમાં બે માસ પહેલા વરસાદ થયો હતો એ પછી વરસાદ થયો નથી જેથી નદી નાળા સુકાઈ ગયા છે વ્રજમી ડેમ દધીચિ સરોવરમાં પણ પાણી નથી. ખેડૂતોના ખેતરોમાં મગફળી સહિત ચોમાસુ પાક પાણી વગર નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે કાનાભાઈ કરમટા કાનજી ભાઈ કોડીયાતર અંબાવી ભાઈ પટેલ. સહિતના દુધાળા કાલીંભડા વાંદરવડ ઇટાલી વડીયા ધરમપુર સાકડિયા સહિતના 10 ગામના 50 થી પણ વધારે ખેડૂતો કાલીંભડા ગામ ખાતે ભેગા થયા હતા આ બધા ખેડૂતો એ જણાવ્યું છે કે બે મહિનાથી વરસાદ થયો નથી જેના કારણે મોટાભાગના કુવાઓમાં પાણી ખાલી થઈ ગયા છે નદી નાળા પણ સુકાઈ ગયા છે મગફળી સહિત ચોમાસાનો પાક નિષ્ફળ જવા ની ભીતિ છે. તો સરકારે બે દિવસની અંદરજ. કાલીંભડાના સૌની યોજના ના સંપ માંથી દુધાળા પાસેના વ્રજમી ડેમ ( દધીચિ સરોવર)માં પાણી ઠાલવવાની ઉગ્ર માગણી કરી છે.
આ ખેડૂતો જણાવે છે કે વરસાદ નહીં પડવાથી વ્રજમી ડેમ ( દધીચિ સરોવર) પણ ખાલી ખમ છે તો સૌની યોજનાનું પાણી વ્રજમી ડેમ દધીચિ સરોવરમાં ઠાલવવામાં આવે તો ખેડૂતો પોતા ના પાક ને પાણી પાઇ. શકશે તો તાત્કાલિક. વ્રજમી ડેમ દધીચિ સરોવર માં પાણી ભરવા ખેડૂતોની ઉગ્ર માગણી છે.

રિલેટેડ ન્યૂઝ