ભાજપનો કોઇ હોદેદાર રૂા.1 કરોડનું પેમેન્ટ લેવા ગયાનું સાબીત થાય તો જાહેરજીવન છોડી દઇશ: વિનોદભાઇ સોલંકી
આંતરિક રાજકીય મતભેદોમાં એકબીજાનો કાંટો કાઢવા કોળી સમાજમાં ઉપયોગ થતો હોવાનો આક્ષેપ
બોટાદમાં કથિત રૂ.1 કરોડના ‘તોડકાંડ’ મામલે ભાજપની પ્રથમ જાહેર પ્રતિક્રિયા, ભાજપ આગેવાન અને રાણપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજી ધારાસભ્ય ઉમેશ મકવાણાના નિવેદન સામે વળતી ચેલેન્જ, કથિત તોડકાંડના આક્ષેપોને ફગાવી, અન્ય સમાજ કોળી સમાજના ખંભે બંદૂક રાખી ભાજપને બદનામ કરવાનો તેમજ આંતરિક રાજકીય મતભેદોમાં એકબીજાનો કાંટો કાઢવા માટે કોળી સમાજનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ, સાથે જ ઉમેશ મકવાણાને ચેલેન્જ આપતા કહ્યું કે, ભાજપનો કોઈ મહામંત્રી કે હોદ્દેદાર રૂ.1 કરોડનું પેમેન્ટ લેવા ગયો હોવાનું સાબિત થાય તો તેઓ જાહેર જીવન છોડી દેશે, તપાસ સોંપાયેલ અધિકારી ઉુજઙ પર વિશ્વાસ વ્યક્ત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે તેમજ ભાજપ હોદ્દેદારો સામે થયેલા આક્ષેપોને પણ ફગાવી દીધા છે.
બોટાદમાં કથિત રૂ.1 કરોડના ‘તોડકાંડ’ મામલે રાજકીય નિવેદનબાજી વચ્ચે હવે ભાજપ તરફથી પ્રથમવાર પ્રતિક્રિયા સામે આવી છે, છેલ્લા ઘણા દિવસોથી ભાજપ પર આક્ષેપો થઈ રહ્યા હોય તેવામાં આટલા દિવસોથી ભાજપ તરફથી કોઈપણ પ્રતિક્રિયા ન આવવા મામલે તેઓએ જણાવ્યું કે આ મામલે સંગઠન ના હોદ્દેદારો પક્ષના સતત કાર્યક્રમોમાં વ્યસ્ત હોય અને આ મામલાની ઊંડાણ પૂર્વક તપાસ ચાલી રહેલ હોવાથી કોઈ નિવેદન જાહેર કરાયેલ નહતું, તેવામાં બોટાદ સર્કિટ હાઉસ ખાતે ભાજપ આગેવાન અને રાણપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનોદભાઈ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો, વિનોદભાઈ સોલંકીનો દાવો છે કે, કોળી સમાજનું નામ આ સમગ્ર મામલે જોડાઈ રહ્યું છે અને અન્ય સમાજો દ્વારા કોળી સમાજના નામનો ઉપયોગ કરીને ભાજપને નિશાન બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની તેમને આશંકા છે, સાથે જ તેમણે આંતરિક રાજકીય મતભેદોમાં એકબીજાનો કાંટો કાઢવા માટે કોળી સમાજનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ કર્યા, સમગ્ર મામલાની યોગ્ય તપાસ થવી જોઈએ તેવી રજૂઆત કરી છે, કથિત તોડકાંડ મામલે વિનોદભાઈ સોલંકીએ નિષ્પક્ષ પોલીસ તપાસની માંગ કરી છે અને બોટાદના ઉુજઙ મહર્ષિ રાવલની તપાસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, ધારાસભ્ય ઉમેશ મકવાણાના નિવેદનના સંદર્ભમાં વિનોદભાઈ સોલંકીએ ચેલેન્જ આપતા કહ્યું કે, ભાજપનો કોઈ મહામંત્રી કે અન્ય હોદ્દેદાર રૂ.1 કરોડનું પેમેન્ટ લેવા ગયો હોવાનું સાબિત થાય તો તેઓ જાહેર જીવન છોડવા તૈયાર છે, ભોગ બનનાર વ્યક્તિ કોળી સમાજનો હોવાનું તેઓને માત્ર મિડિયા નિવેદન મારફતે જાણ થયેલ હોય જેથી એમ પણ જણાવાયું કે જો કથિત ભોગ બનનાર વ્યક્તિ સાથે કોઈ અન્યાય થયો હોય તો તેની યોગ્ય તપાસ થવી જોઈએ જો ઘટના બની હોય અને કોળી સમાજના હોય તો તેને ચોક્કસ ન્યાય મળવો જ જોઈએ તેવી પણ માંગ કરાઈ, સાથે જ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ સમાજ કે વ્યક્તિ અંગે અંતિમ નિષ્કર્ષ પર ન આવવાની અને નામો જાહેર ન કરી શકતા હોવાનું જણાવ્યું, સોશિયલ મીડિયા પર ભાજપ જિલ્લા પ્રમુખ મયૂરભાઈ પટેલના નામ અને ફોટા સાથે થયેલા આક્ષેપોને પણ વિનોદભાઈ સોલંકીએ નકારી કાઢ્યા છે, કથિત આંગડિયા વ્યવહાર અને ઈઈઝટ ફૂટેજ સહિતના પુરાવાની પણ તપાસ થવી જોઈએ તેવી રજૂઆત તેમણે કરી છે,
