સમયમાં ફેરફાર કરાતા શ્રધ્ધાળુઓ ખુશ
મેંદરડા થી સવારે 7/20 વાગ્યે ઉપડતી મેંદરડા દ્વારકા બસનો સમય સવારે 7-00 વાગ્યાનો કરતા શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. અનેક રજૂઆતો બાદ મેંદરડા દ્વારકા બસ ચાલુ કરવામાં આવેલ સવારે 7:20 કલાકે ઉપડતી તે બપોરે દ્વારકા ખાતે પહોંચતી ત્યારે મંદિર બંધ થઈ જતું. પરિણામે શ્રદ્ધાળુ ઓને દ્વારકાધીશના દર્શન કરવા હોય અને ફરી પાછા ત્રણ વાગ્યે ઉપડતી આ બસમાં આવવું હોય તેમને દ્વારકાધીશના દર્શનનો લાભ મળતો નહીં જેથી તેમને ફરજિયાત રાત્રી રોકાણ કરવું પડતું હતું આ બાબતે લુશાળાના આહીર અગ્રણી પી.ડી.ડાંગર દ્વારા જુનાગઢ એસટી ડિવિઝન ને લેખિત જાણ કરતા તેમની માગણી યોગ્ય ગણી તંત્ર દ્વારા આ બસનો સમય સવારે સાત વાગે ઉપડવાનો કરતા આ બસમાં મુસાફરી કરતા શ્રદ્ધાળુઓને દર્શનનો લાભ મળશે.
