વન વિભાગે વેરાવળના બે શખ્સો પાસેથી રૂા.40 હજારનો દંડ વસુલ કર્યો
તાલાલા તાલુકાનાં આંકોલવાડી ગીર રેન્જમાં આવેલ બામણાસા રાઉન્ડ નાં રેવન્યુ વિસ્તારમાં તથા ગીર અભયારણ્ય ની આસપાસ પ્રવાસીઓનો મોટાપાયે ઘસારો રહે છે જેના અંતર્ગત નાયબ વન સંરક્ષક શ્રી ગીર પશ્ચિમ વિભાગ-જુનાગઢ તથા મદદનીશ વન સંરક્ષક શ્રી જામવાળા તથા આંકોલવાડી ગીર આર.એફ.ઓ.નાં માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા અવિરત પેટ્રોલિંગ ગોઠવી ગેરકાયદેસર સિંહ દર્શન કરતાં તત્વો ઉપર વોંચ રાખવામાં આવી રહી છે.
આ દરમિયાન મંડોરણા ગીરના જંગલ વિસ્તારમાં વનવિભાગનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સાહીદ નદીમભાઈ મલીક,મનાન સતારભાઈ ચૌહાણ રે.બંને વેરાવળ વાળા રાત્રીના સમયે મંડોરણા ગીરના રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં સિંહ દર્શન કરવાનાં ઈરાદે ગેરકાયદેસર પ્રવેશ કર્યો હોય બામણાસા રાઉન્ડ નાં રાઉન્ડ ફોરેસ્ટર એ.એચ.ચૌહાણ તથા ફોરેસ્ટ ગાર્ડે બંને શખ્સોને ઝડપી લીધા હતાં.ગેરકાયદેસર સિંહ દર્શન માટે જંગલમાં ઘૂસી ગયેલ બંને શખ્સો વિરુદ્ધ આંકોલવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી.એમ.આંબલીયા,વનપાલ એલ.એચ.ડેર એ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ કાર્યવાહી કરી રૂ.40 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.વનવિભાગની કડક કાર્યવાહીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.
