વડિયાના નાજાપુર ગામે દારૂબંધીના ધજાગરા ઉડ્યા પોલીસને દારૂ મળ્યો નહીં અને મહિલાઓ શોધી લાવી!

પરીવારોને બરબાદ થતા બચાવવા મહિલાઓ રણચંડી બની બે દિવસ સુધી જનતા રેડ કરી દારૂ પકડ્યો

ગુજરાત એ રાષ્ટ્ર્રપિતા મહાત્મા ગાંધીજીનુ જન્મસ્થળ હોવાથી અહિ દારૂ બંધી છે. પરંતુ આ દારૂ બંધીની અમલવારી માત્ર કેવા પૂરતી જ હોય તેવી ઘટનાઓ રોજ અલગ અલગ જગ્યાએ થી સામે આવતી જોવા મળે છે.થોડા દિવસ પહેલા ભાવનગર વિસ્તારમાં બનાવટી ઇંગ્લિશ દારૂ પીવાથી લોકોના મોત નીપજ્યા અને ઘણા પરિવારો એ પોતાના સ્વજન ને ગુમાવ્યા તો કોઈ પરીવાર નિરાધાર પણ બન્યો. છતાં ભાવનગર રેન્જમાં હજુ દારૂ બંધીની કડક અમલવારી ના નામે મીડું હોય તેવી ઘટનાઓ સામે આવતી જોવા મળે છે. ભાવનગર રેન્જ આઇજી નીચે આવતો વિસ્તાર એટલે અમરેલી જિલ્લો આ અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના નાજાપુર ગામે ગામનુ યુવાધન અને પરિવારો બરબાદ થતા હોવાની વાત સાથે આ ગામની મહિલાઓ એ દારૂના હડ્ડાઓ પર સતત બે દિવસ સુધી જનતા રેડ કરી અને 112ના માધ્યમ થી પોલીસને પણ જાણ કરી છતાં નવાઈ ની વાત એ છેકે પોલીસને ક્યાય તે જગ્યાએ થી દારૂ મળ્યો નહીં અને આ મહિલાઓ અને બાળકો દારૂ શોધી લાવ્યા.
આ જનતા રેડના બે દિવસના વિડીયો સોશ્યલ મીડીયામા વાઇરલ થયા અને ત્યાર બાદ સમગ્ર જિલ્લામાં જાણે હડકમ્પ મચ્યો હોય તેમ આ વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા અને અમરેલી જિલ્લાની પોલીસની કામગીરી સામે અનેક સવાલો પેદા કર્યા તો બીજી બાજુ ગાંધીના ગુજરાત માં દારૂ બંધીના જાણે લીરે લીરા ઉડ્યા હોય તેવા દ્રષ્યો પણ આ રણચંડી બનેલી મહિલાઓ ના મુખેથી એ વીડિયોમાં સાંભળવા મળ્યા. વાઇરલ થયેલા વીડિયોમાં મહિલાઓ જે બોલે છે તેમાં અમારા પુરુષોના મોઢામાં સવારથી જ દારૂ ગંધાવા માંડે છે અમારા જુવાન દીકરાઓ દારૂના રવાડે ચડતા જાય છે અને અમારા પરીવાર બરબાદ થઈ રહ્યા છે. અમે રાત દિવસ મહેનત મજૂરી કરીએ અને એ નાણાં દારૂ પાછળ જાય એ પોસાય તેમ નથી. તો બીજા વીડિયોમાં દારૂ વેચનાર સેક્સન આપતા હોવાની વાતો પણ તેમાંથી સંભળાઈ હતી ત્યારે આ ઘટના થી અનેક પ્રશ્રનો લોકોમાં ચર્ચાતા જોવા મળી રહ્યા છે તેમાં સૌથી મોટો આક્ષેપ એવા થતા જોવા મળ્યા છે કે કુંકાવાવ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનના ના ગામડાઓમાં કર્મીઓ ગેરકાનૂની પ્રવુતીઓ બે રોકટોક ચાલે છે અને પોલીસ પેટ ભરીને હપ્તાઓ વસુલે છે જો આ આક્ષેપો સાચા હોય તો આ બાબતે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. તો બીજી બાજુ બીજા અનેક પ્રશ્રનો પણ ચર્ચાતા જોવા મળ્યા છે કે શું વડિયા કુંકાવાવ તાલુકાના ફક્ત નાજાપુર ગામમાં જ દારૂ વેચતો હશે ? બીજા ગામમાં દારૂ વેચાતો નહિ હોય ? શું પોલીસ ની મીઠી નજર નીચે દારૂના વેપલા ચાલતા હશે ? આવા અનેક સવાલો પેદા થયા છે તો બીજી બાજુ જાગૃત લોકોમાં એવું પણ ચર્ચાતું જોવા મળ્યું છે કે જો દરેક ગામની મહિલાઓ આવી રીતે જાગશે ત્યારે જ આ દારૂના દુષણને ડામવામાં સફળતા મળશે આ માટે તંત્ર પર ભરોષો રાખ્યા વગર મહિલાઓ એ જાગવું જરૂરી છે.

રિલેટેડ ન્યૂઝ