દેવભૂમિ દ્વારકા જિલ્લાના એલસીબી પોલીસે કરેલી કાર્યવાહીમાં સ્ટાફના જેસલસિંહ જાડેજા તથા લાખાભાઈ પિંડારિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકા – પોરબંદર રોડ પર કુરંગા ગામે આવેલી એક હોટલ પાસેથી ગેરકાયદેસર રીતે રેતી ભરેલો ટાટા કંપનીનો રાજસ્થાન પાસિંગનો એક ટ્રક ઝડપી લેવામાં આવ્યો હતો.
આ ટ્રકમાંથી આશરે 37.44 ટન રેતી મળી આવી હતી. જે રેતીની કોઈપણ પ્રકારની રોયલ્ટી કે પાસ પરમીટ ન હોવાથી આ બાબત ખાણ ખનીજ વિભાગને આગળની કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
