બગસરા પાલિકા પ્રમુખે પાણી પુરવઠા મંત્રી ધારાસભ્ય સહિત ઉચ્ચકક્ષાએ પત્ર પાઠવ્યો
બગસરામાં અ પૂરતો વરસાદ પડવાથી શહેરની જીવાદોરી સમાન મૂંજીયાસર ડેમમાં પાણી અપૂરતું હોવાથી શહેરમાં પીવાનું પાણી તેમજ આજુબાજુ 9 જેટલાં ગામોના ખેડૂતોને પિયતનુ પાણી પુરૂ પાડી રહેતો હોય છે પરંતુ જયારે આ વખતે વરસાદ ઓછો પડવાથી આ મૂંજીયાસર ડેમની સપાટી માત્ર 12 ફૂટ જ પાણી હોવાથી ખેડૂતોમાં તેમજ શહેરી જનોમાં ચિંતાનો માહોલ છવાય ગયો છે.જયારે આ ડેમની કુલ સપાટી 24.50 ફૂટ છે જેમાં હાલમાં માત્ર 12 ફૂટ પાણી છે જેના લીધે જગતનો તાત મુશ્કેલીમાં મુકાય ગયો છે. જયારે આ ડેમ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે.જયારે આ ડેમમાં 2 કેનાલ આવેલી છે, જેના દ્વારા બગસરા શહેરને પીવાનું પાણી તેમજ આજુબાજુના 9 જેટલાં ગામોના ખેડૂતોને સિંચાઈ માટેનુ પાણી પુરૂ પાડે છે. આ ડેમના દરવાજા પણ નથી અને ઓવરફ્લો થાય એટલે આપો આપ સાંતલડી નદીમાં પાણી જાય છે. આ ડેમ એશિયાનો પ્રથમ નંબરનો ડેમ છે જે માત્ર કાચી માટી અને પથરનો બનેલ છે. જેમાં ક્યાય પણ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવેલ નથી તેમ છતાં આ ડેમ ખુબ જ મજબૂત છે.જયારે આ વર્ષે સીઝનમાં માત્ર 22 ઈંચ જેટલો વરસાદ પડેલ છે. જેના લીધે કેનાલ મારફતે પીવાનું પાણી તેમજ પિયતનુ પાણી મળવું મુશ્કેલ બની ગયું છે.જેના લીધે ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ માગ કરવામાં આવી છે કે આ ડેમમાં મહીં પરીયોજનાનુ પાણી છોડવામાં આવે અને આ ડેમને ભરવામાં આવે તો સિંચાઈ માટે તેમજ પીવાના પાણી માટે શહેરના લોકો તેમજ આજુબાજુ 9 જેટલાં ગામોને આશીર્વાદ રૂપ થશે શકે.તેટલું નહિ પરંતુ પાલિકા પ્રમુખ નીરવ ગોંડલીયા દ્વારા પણ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા તેમજ કૃષિ સહકાર મંત્રી જીતુ વાઘાણી અને ઉર્જા મંત્રી કૌશિક વેકરીયા અને ધારાસભ્ય જે.વી. કાકડિયાને પત્ર પાઠવામાં આવેલ છે કે હાલમાં આ ડેમમાં પાણી અપૂરતું હોવાથી લોકો ઉપર પાણી સંકટ મંડરાય રહેલ છે તો સૌની યોજનાથી આ ડેમને ભરવામાં આવે જેથી શહેર તેમજ આજુબાજુ ગામડા લોકોને હલાકીનો સામનો કરવો ના પડે.
