ખંભાળિયાની સિવિલ હોસ્પિટલના આંખના સર્જન ડો. ઉત્સવ પડીયાની વધુ એક સિદ્ધિ

વારંવાર પડી જતી બાળકીની તકલીફનું કારણ પગમાં નહીં, આંખમાં હતું!

કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામની છ વર્ષની બાળકીની બંને આંખના જન્મજાત મોતિયાની સફળ સર્જરી ખંભાળિયા ની સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. જેમાં દૃષ્ટિ અને રોજિંદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર સુધારો થવા પામ્યો છે.
બાળક વારંવાર પડી જાય કે વસ્તુઓ સાથે અથડાય ત્યારે સામાન્ય રીતે પગમાં નબળાઈ કે ચાલવામાં તકલીફ હોવાનું માનવામાં આવે છે. પરંતુ જામ રાવલની ગામના એક પરિવારની છ વર્ષની માયા નામની બાળકીના કિસ્સામાં આ મુશ્કેલીનું મૂળ કારણ તેની આંખોમાં હતું. આ કિસ્સો વાલીઓ માટે બાળકોની દૃષ્ટિ પ્રત્યે સજાગ રહેવાનો મહત્વનો સંદેશ આપે છે.
જામ રાવલ ગામના રહીશ રામભાઈ સોલંકીની દીકરી માયાને જન્મથી જ બંને આંખમાં મોતિયો હતો, પરંતુ પરિવાર આ સમસ્યાથી અજાણ હતો. ઓછી દૃષ્ટિને કારણે માયા ચાલતી વખતે વારંવાર પડી જતી, આસપાસની વસ્તુઓ સાથે અથડાતી અને કોઈ વસ્તુ લેવા માટે હાથથી શોધતી હતી.
પગમાં કોઈ તકલીફ હશે એવું માનીને પરિવાર તેને હાડકાંના ડોક્ટર પાસે લઈ ગયો હતો. અંતે ખંભાળિયા સિવિલ હોસ્પિટલના આંખના નિષ્ણાત સર્જન ડો. ઉત્સવ પડીયા પાસે તેની આંખોની ઝીણવટભરી તપાસ થતાં બંને આંખમાં જન્મજાત મોતિયો તથા હાઈ માયોપિયા, એટલે કે ઊંચા માઇનસ નંબરનું નિદાન થયું. ડો. ઉત્સવ પડીયાએ પરિવારને બાળકીની સ્થિતિ અને ઓપરેશનની જરૂરિયાત સમજાવી હતી. જરૂરી મૂલ્યાંકન અને આયોજન બાદ આશરે 15 થી 20 દિવસના અંતરે બંને આંખનાં વારાફરતી ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યાં.

રિલેટેડ ન્યૂઝ