ચાર લોકોમાં બે અલગ વાયરસ મળ્યા
રશિયાના સાઇબેરિયન વિસ્તારના ઇરકુત્સ્કમાં ન્યુમોનિયાથી એક મહિલાના મોત બાદૃ આરોગ્ય વિભાગની િંચતામાં વધારો થયો છે. મહિલાના સંપર્કમાં આવેલા લોકોની તપાસ દૃરમિયાન બે વ્યક્તિઓમાં કોવિડ-૧૯ અને અન્ય બે વ્યક્તિઓમાં રાઇનાવાયરસનું સંક્રમણ મળી આવ્યું છે. જોકે, આ સમગ્ર ઘટનાને તાજેતરના કથિત લેબ અકસ્માત સાથે સીધી રીતે જોડતી કોઈ સત્તાવાર પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી.મહિલાની ન્યુમોનિયાથી તબિયત ગંભીર બન્યા બાદૃ સારવાર દૃરમિયાન તેનું મૃત્યુ થયું હતું. શરૂઆતમાં ન્યુમોનિયાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નહોતું. મહિલાના મોત બાદૃ આરોગ્ય અધિકારીઓએ તેના પરિવારજનો, પડોશીઓ અને અન્ય સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરી હતી.સંપર્કમાં આવેલા લોકોની લેબોરેટરી તપાસ દૃરમિયાન કુલ ચાર વ્યક્તિઓમાં શ્ર્વસન વાયરસનું સંક્રમણ સામે આવ્યું. તેમાં બે લોકો કોવિડ-૧૯ પોઝિટિવ અને બે લોકો રાઇનાવાયરસ પોઝિટિવ હોવાનું જણાવાયું છે.
