અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, સા.શૈ.પછાત સહિત બેઠકોની ફાળવણી થતાં રાજકીય ગરમાવો તેજ
રાણાવાવ તાલુકાની ગ્રામ પંચાયતો ની આગામી ત્રીજી સામાન્ય ચૂંટણીને લઈ સરપંચ પદની બેઠકોનું રોટેશન તથા અનામત સહિતની વારાફરતી ફાળવણી જાહેર થતાં ગ્રામ્ય રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સને. 20011ની વસ્તીના આધારે ગ્રામ પંચાયત ના અનામત બેઠકો ના હોદ્દાની ફાળવણી કરવા પોરબંદર કલેક્ટર કચેરીની ચૂંટણી શાખા દ્વારા તા. 24/09/2026ના રોજ ક્રમાંક ચટણ/સરપંચ/પોરબંદર/રોટેશન/384/ 2026થી આ અંગેનો હુકમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત પંચાયત અધિનિયમ- 1993ની કલમ-51 તેમજ ગુજરાત ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં સરપંચના અનામત હોદાની વારાફરતી ફાળવણીની રીત અંગેના નિયમો-1994ની જોગવાઈઓ અને રાજ્ય ચૂંટણી આયોગની સૂચનાઓને આધારે રાણાવાવ તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતો માટે સરપંચ પદની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠકમાં બિલેશ્વર, ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે અનુસૂચિત જાતિની મહિલા અનામત બેઠકમાં કેરાળા,અને ભોદ નો સમાવેશ થયો છે. અનુસૂચિત આદિજાતિ માટે હનુમાનગઢ ગ્રામ પંચાયત અનામત રાખવામાં આવી છે, જ્યારે આદિજાતિ મહિલા અનામત માટે ખંભાળા ગ્રામ પંચાયત ફાળવવામાં આવી છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની અનામત બેઠકોમાં મહિરા, મોકર, નેરાણા, અને પીપળીયા ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે આ વર્ગની મહિલા અનામત બેઠકોમાં જાંબુ , ખીજદળ અને ખીરસરા ગ્રામ પંચાયતોનો સમાવેશ થયો છે. બિનઅનામત સામાન્ય બેઠક માટે ભોળદળ, વાળોત્રા, વડવાળા, ઠોયાણા, ડૈયર, બાપોદર અને રામગઢ ગ્રામ પંચાયતો ફાળવવામાં આવી છે. જ્યારે બિનઅનામત મહિલા બેઠકોમાં અમરદળ, અણીયારી, આશિયાપાટ , રાણાકંડોરણા, બોરડી , આદિતપરા, દોલતગઢ અને પાદરડી ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
