અમરેલી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું છેલ્લા 24 કલાકમાં ચાર જેટલા અપમૃત્યુ

મોટી કુંકાવાવમાં યુવતીએ આપઘાત કર્યો બાબરાના યુવકનું ઝેરી જંતુ કરળવાથી મોત : અમરેલીમાં આધેડનું સારવાર દરમિયાન મૃત્યુ : લાઠીના પિપરિયા ગામમાં બિમારીથી કંટાળી વૃધ્ધની આત્મહત્યા

અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર જેટલા અપમૃત્યુ પોલીસ ચોપડે નોંધાતા સ્થાનિક પોલીસ દ્વારા ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પ્રથમ બનાવમાં મોટી કુકાવાવ ગામે બગસરા રોડ ઉપર આવેલ ભીમરાવ નગર વિસ્તારમાં રહેતી નયનાબેન કિશોરભાઇ વિરાણી નામની 23 વર્ષીય યુવતિએ ગત તા.31 ના રોજ સવારના આશરે નવથી દસેક વાગ્યાના કોઇપણ સમયગાળા દરમ્યાન મોટી કુકાવાવ ગામે કોઇપણ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે ધઉમાં નાખવાનો ઝેરી પાઉડર પી જતા તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
બીજા બનાવમાં બાબરાના અમરાપરા વિસ્તારમાં રહેતા ગુંજનકુમાર પ્રવિણભાઇ ચૌહાણ નામના 38 વર્ષીય યુવક ગત તા.31 ના બપોરના આશરે ચારેક વાગ્યાના અરસામા અમરાપરા ગામે પોતાના તેમના ઘરે પલંગ ઉપર સુઇ ગયેલા હતા તે દરમ્યાન કોઇ ઝેરી જીવજંતુ (સાપ) કરડવાથી તેમનું મોત નિપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
ત્રીજા બનાવમાં અમરેલીના બટારવાડી વિસ્તારમાં રહેતા હરેશભાઇ ધનજીભાઇ કાબરીયા નામના 57 વર્ષીય આધેડને માનસીક રોગની બીમારી હોય જે બિમારી સબબ સારવારમાં દાખલ થતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
ચોથા બનાવમાં મુળ લાઠી તાલુકાના માલવીયા પીપરીયા ગામના વતની અને હાલ લાઠી ગામે કુંડીવાડી વિસ્તારમાં વલ્લ્લભાઇ ડોબરીયાના ભાડાના મકાનમાં રહેતા ભીખાભાઇ ઠાકરશીભાઇ લાઠીયા નામના 72 વર્ષીય વૃદ્ધને છેલ્લા છ-એક માસથી કીડની બીમારીના લીધે પેટમાં પાણી ભરાતુ હોય તથા ઘણા સમયથી ડાયાબીટીસની બીમારીના કારણે કંટાળી જઇ ગત તા.1 ના બપોરના આશરે ત્રણેક વાગ્યે લાઠી ગામે પોતાના મકાને ગળેફાસો ખાઇ જતા ભીખાભાઇ ઠાકરશીભાઇ લાઠીયાનું મોત નિપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

રિલેટેડ ન્યૂઝ