અમરેલી જિલ્લામાં 7.31 લાખથી વધુ લોકોને આયુષ્યમાન કાર્ડનું વિતરણ

જિલ્લામાં 13 લાખથી વધુ નાગરિકોની ‘આભા’ હેઠળ નોંધણી સંપન્ન

“સ્વસ્થ નાગરિક એ સમૃદ્ધ રાષ્ટ્રનો પાયો છે.” આ વિચારને સાકાર કરવા માટે સરકાર દ્વારા છેલ્લા 12 વર્ષ દરમિયાન આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ ક્રાંતિકારી પહેલો અમલી બનાવવામાં આવી છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ આરોગ્ય સેવાઓને વધુ સુલભ, ગુણવત્તાયુક્ત અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે અનેક યોજનાઓનો લાભ આજે દેશના કરોડો નાગરિકો સુધી પહોંચી રહ્યો છે. અમરેલી જિલ્લો પણ આ આરોગ્ય પરિવર્તનનો સાક્ષી બન્યો છે.
ડિજિટલ હેલ્થ ક્રાંતિનું મજબૂત પગથિયું એટલે આયુષ્માન ભારત ડિજિટલ મિશન. આધુનિક યુગમાં ટેક્નોલોજી આરોગ્ય સેવાઓનો અભિન્ન ભાગ બની છે. આ દિશામાં આયુષ્માન ભારત ડિજિટલ મિશન એક મહત્વપૂર્ણ પગલું છે. આ મિશન અંતર્ગત દરેક નાગરિકને આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (અઇઇંઅ) નંબર આપવામાં આવે છે, જે વ્યક્તિની ડિજિટલ હેલ્થ આઈ.ડી તરીકે કાર્ય કરે છે.
અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં 13 લાખથી વધુ નાગરિકોની અઇઇંઅ હેઠળ નોંધણી કરવામાં આવી છે. આ નોંધણી દ્વારા નાગરિકો પોતાના આરોગ્ય સંબંધિત તમામ રેકોર્ડને ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત રાખી શકે છે. હોસ્પિટલ, ડોક્ટર અને દર્દી વચ્ચે આરોગ્ય વિષયક માહિતીનું સરળ અને સુરક્ષિત આદાન-પ્રદાન શક્ય બન્યું છે. પરિણામે સારવારની પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને અસરકારક બની છે.
ગરીબ અને મધ્યમવર્ગ માટે આરોગ્ય સુરક્ષાનું મજબૂત કવચ એટલે આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. આરોગ્ય ખર્ચને કારણે કોઈ પરિવાર આર્થિક મુશ્કેલીમાં ન મુકાય તેવા ઉમદા હેતુથી “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના વિશ્વની સૌથી મોટી જાહેર આરોગ્ય વીમા યોજનાઓમાંની એક છે. જે એક અનોખી સિદ્ધિ છે.
અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં 7.31 લાખથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ છે. આ કાર્ડ ધારકોને નિશ્ચિત રકમ સુધીની કેશલેસ સારવારની સુવિધા પ્રાપ્ત થાય છે. ગંભીર બીમારીઓ, સર્જરી અને વિશેષ સારવાર માટે હવે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક ચિંતા કરવી પડતી નથી. હવે, ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓનો લાભ દેશના કરોડો ગરીબ, વંચિતો સુધી સરળતાથી પહોંચી રહ્યો છે. એટલું જ નહીં પણ હવે ખાનગી હોસ્પિટલોમાં નિ:શુલ્ક સારવારની સુવિધાએ આરોગ્ય સેવાને વધુ સમાન અને સર્વસમાવેશક બનાવી છે.

રિલેટેડ ન્યૂઝ