જિલ્લા કલેકટરના સૂચન અનુસાર તા. 10 જુલાઈ, ર0ર6ના રોજ રાજુલા તાલુકાના કથીવદર, વિસળીયા અને હિંડોરાણા ગામને જોડતા નેશનલ હાઈવે પર માર્ગસલામતીના વિવિધ મુદ્ાઓને લઈ સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા સંયુક્તત સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. સ્થળ મુલાકાત દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)ના અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી), રાજુલા મામલતદાર, રાજુલા પોલીસ ઇન્સ્પેકટર, જિલ્લા ટ્રાફિક પોલીસ અધિકારી તથા આર.ટી. ઓ.ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થળ નિરીક્ષણ દરમિયાન કથીવદર, વિસળીયા અને હિંડોરાણા ગામ માટે સર્વિસ રોડની આવશ્યકતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ત્રણેય ગામ માટે સર્વિસ રોડના નિર્માણ માટે જરૂરી જમીન સંપાદનની કામગીરી મામલતદારના સંકલનથી એનએચએઆઈ દ્વારા હાથ ધરવામાં આવશે. માર્ગ સલામતીને વધુ સુદ્રઢ બનાવવા સર્વિસ રોડનું નિર્માણ થાય ત્યાં સુધી કેનેકિટંગ રોડ પર સ્પીડ બ્રેકર તથા નેશનલ હાઈવે પર રમ્બલ સ્ટ્રીપ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ઉપરાંત જયાં ગામના રસ્તાઓ નેશનલ હાઈવે સાથે જોડાય છે તેવા સ્થળોએ અંદાજે 100 મીટર અગાઉથી માર્ગદર્શક સૂચના ફલકો મૂકવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્થળ મુલાકાત દરમિયાન વર્ષ દરમિયાન વધુ અકસ્માતો નોંધાતા ત્રણ સ્થળોએ હાઈ માસ્ટલાઈટ સ્થાપિત કરવા અંગે પણ નિર્ણય લેવાયો હતો, જેથી વાહનચાલકોને રાત્રિના સમયે વધુ સુરક્ષા મળી રહે. આ ઉપરાંતનેશનલ હાઈવે પરના અનધિકૃત દબાણો, લારીઓ, ગલ્લાઓ તેમજ અન્ય અવરોધો દૂર કરવા, અનધિકૃત ડિવાઈડર કટ બંધ કરવા તેમજ ગેરકાયદેસર કટ દૂર કરવા માટે સંબંધિત વિભાગો દ્વારા નિયમિત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રિલેટેડ ન્યૂઝ
-
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રિ-મંદિરે યોજાયો
વાર્ષિક સાધારણ સભા, દાતાના સન્માન અને તેજસ્વી તારલાઓના સન્માન કરાયા અમરેલી જિલ્લામાં પણ ખુબ મોટી સંખ્યમાં... -
બગસરાના હામાપુર રોડ ઉપરથી દેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને ફિલ્મી ઢબે પકડી પાડતી પોલીસ
1000 લીટર દેશી દારૂ ભરેલ ઇનોવા કારને શહેરમાં પ્રવેશ પહેલા જ પકડી પડાઈ બગસરા પોલીસે ગઈકાલે... -
રાજુલામાં એપાર્ટમેન્ટના બીજા માળે બાળક ફસાયું : સફળ રેસ્ક્યુ
પરિવાર બહાર ગયો હતો અને અંદરથી દરવાજો લોક થઈ ગયો અમરેલી જિલ્લાના રાજુલા શહેરમા મોડી રાતે...
