બીજાનાં ભલામાં આપણું ભલું ભાવનગરમાં અક્ષરવાડી ખાતે વ્યસન મુક્તિ અભિયાન અને પ્રાર્થના યજ્ઞ

ભાવનગરનાં અક્ષરવાડી રોડ પર આવેલ ઇઅઙજ શ્રી સ્વામિનારાયણ મંદિરને 20 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે અને ઇઅઙજ વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ ભાવનગર પધારી રહ્યા છે તે નિમિતે ભાવનગરનાં બાલમંડળનાં બાળકો દ્વારા એક સુંદર વ્યસનમુક્તિ અભિયાન ચાલી રહ્યું છે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામિ મહારાજે આશરે 40 લાખ વ્યક્તિઓને વ્યસન મુક્તિની પ્રેરણા આપી હતી અને આ જ સિલસિલો પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ દ્વારા ચાલી રહ્યો છે, તેનાં દ્વારા અત્યાર સુધી 20 લાખથી વધારે વ્યક્તિઓએ વ્યસન છોડવાની પ્રેરણા પ્રાપ્ત કરી છે. ભાવનગરનાં વિવિધ વિસ્તારોનાં બાળકો શહેરના અલગ અલગ ફેક્ટરીઓ જેવી કે નિરમા લિમિટેડ, ચિત્રા વિસ્તારની અલગ અલગ ફેક્ટરીઓ, એસ ટી બસ સ્ટેન્ડ, વિવિધ વિસ્તારોમાં આવેલા હીરાના કારખાનાઓ, મામસાની અલગ અલગ ફેક્ટરીઓ,રેલવે સ્ટેશન,વગેરેમાં જઈને ત્યાંના નાના કામદારોથી લઈને ઉચ્ચ કક્ષાના અધિકારીઓને, દર્દીઓ ને વ્યસનથી થતાં શરીરનાં નુકશાન દ્વારા વ્યસન મુક્તિ માટે પ્રેરણા આપી, આ દુષણથી મુક્ત કરવાં માટે નિયમ ગ્રહણ કરાવીને તેનાં જીવનનું ભલું કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. આ રીતે બાળકો અને બાલિકાઓની નિસ્વાર્થ ભાવે થતી સેવા જોઈને સામેના વ્યક્તિઓ વ્યસન છોડીને પોતાના અને પોતાના પરિવારને એક સુંદર અને આધ્યાત્મિક જીવનની પ્રેરણા લે છે. અને આ પ્રવૃત્તિ દ્વારા બાળકો પોતાના ગુરુ મહંત સ્વામિ મહારાજનો રાજીપો પ્રાપ્ત કરી રહ્યા છે.ભાવનગરનાં આશરે 350 કરતાં વધારે બાળકો અને બાલિકાએ અંદાજે 1250 કરતાં પણ વધારે લોકોને આ બીડી, સિગારેટ, તમાકુ વગેરે અનેક પ્રકારના વ્યસનોનાં દુષણથી મુક્ત કરીને નિવ્ર્યસની બનીને તેનાં પરિવારનાં જીવનને ઉચ્ચ કક્ષાએ લઇ જવાની એક ઉમદા પ્રેરણા આપી રહ્યા છે. લગભગ 60 જેટલાં કાર્યકરોની સાથે આ બાળકોની અને નિસ્વાર્થભાવની સેવા દ્વારા સમાજ સેવાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ