સૌ પ્રથમ ધર્મસ્થાનનું સ્થળાંતર કરી જૂનો બ્રિજ તોડી પડાશે
જામનગરમાં કાલાવડ નાકા બહારનો જૂનો બ્રિઝ અતિ જર્જરિત બની ગયા બાદ ગઈકાલે તેના ડિમોલેસનની કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે, અને પ્રાથમિક તબક્કે બ્રિજ ની આસપાસના વિસ્તારમાં આવેલી ધાર્મિક સ્થળો સહિતની કેટલીક મિલકતો, કે જેને દૂર કરવા માટેની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે.
સૌપ્રથમ આ વિસ્તારમાં આવેલા એક હનુમાનજીના મંદિર થી કામનો પ્રારંભ કરાયો હતો. મંદિરમાં રહેલી હનુમાનજી ની મૂર્તિનું અન્ય સ્થળે સ્થળાંતર કરી લેવાયા બાદ તે મંદિરને બીજી જગ્યાએ ઊભૂ કરવાની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે, અને મંદિરનો બાકીનો ખાલી હિસ્સો કે જેને દૂર કરવા માટેની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી હતી, અને જેસીબી મશીન ની મદદથી કામ નો પ્રારંભ થઇ ગયો છે.
આ વિસ્તારમાં અન્ય ધાર્મિક સ્થળો આવેલા છે, તેમજ અન્ય કેટલીક મિલકતો પણ આવેલી છે, જેને પણ આગામી દિવસોમાં દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવશે, ત્યારબાદ નવા બ્રીજનું નિર્માણ કાર્ય હાથ ધરાશે.
નવા બ્રિઝ માટે સૌ પ્રથમ 10 પીલરો માટે પાયા નંખાશે, સાથો સાથે અન્ય બાંધકામની કામગીરી કરીને 4 લેન ના રોડ નું કામ જુન માસ પહેલા પુરૂ કરવાની ગતિથી કામ કરવામાં આવશે. તેમ જામ્યુકો ના તંત્ર મારફતે જાણવા મળ્યું છે.
