જામનગરમાં રેડક્રોસ અને ગુલાબ કુંવરબા ટ્રસ્ટ દ્વારા પેથોલોજી લેબ શરૂ

બ્લડ, યુરિન, ડાયાબિટીસ, થાઈરોઈડ, લિવર-કીડની સહિતના રોગોના રાહતદરે થશે ટેસ્ટ

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, જામનગર જિલ્લા શાખા દ્વારા, ગુલાબ કુંવરબા ટ્રસ્ટના સહયોગથી તા. 1/5/26 અને , શુક્રવારના રોજ ગુલાબ કુંવરબા, સેતાવડ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ પેથોલોજી લેબનું શુભારંભ થશે.
આ નવી પેથોલોજી લેબ શહેર અને આસપાસના નાગરિકોને ગુણવત્તાસભર, ઝડપી અને વિશ્વસનીય આરોગ્ય તપાસ સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી શરૂ કરવામાં આવી છે.
આ પેથોલોજી લેબમાં વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, ડાયાબિટીસ ચકાસણી, થાયરોઈડ ટેસ્ટ, લિવર-કિડની ફંક્શન ટેસ્ટ સહિત અનેક આરોગ્ય તપાસો અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાત માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. સામાન્ય નાગરિકોને યોગ્ય દરે અને વિશ્વાસપૂર્વકની સેવા મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પેથોલોજી લેબ દ્વારા આરોગ્ય ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે, જે સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના અને પરિવારના આરોગ્ય માટે નિયમિત ચકાસણી કરાવે અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની આ આધુનિક પેથોલોજી લેબની સેવાઓનો લાભ લે.

રિલેટેડ ન્યૂઝ